Not Set/ દેશમાં મહામારીનાં પ્રકોપ વચ્ચે આ કંપનીએ તૈયાર કરી કોરોનાની ટેબ્લેટ

  વિશ્વભરમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસની કોઈ રસી હજી સુધી બનાવવામાં આવી નથી. આ વચ્ચે રોગચાળા અંગે ભારતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે, હવે આપણા દેશમાં કોરોનાની દવા શરૂ કરવામાં આવી છે. જી હા, દવા કંપની જેનબર્કટ ફાર્માસ્યુટિકલ્સએ તાજેતરમાં કોરોના રોગચાળાની દવા લોન્ચ કરી છે. આ દવાનું નામ ફેવિવેન્ટ છે, જે […]

India
f851d9beb1a6f8955110ee00da80c498 દેશમાં મહામારીનાં પ્રકોપ વચ્ચે આ કંપનીએ તૈયાર કરી કોરોનાની ટેબ્લેટ
f851d9beb1a6f8955110ee00da80c498 દેશમાં મહામારીનાં પ્રકોપ વચ્ચે આ કંપનીએ તૈયાર કરી કોરોનાની ટેબ્લેટ 

વિશ્વભરમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો છે. આ વાયરસની કોઈ રસી હજી સુધી બનાવવામાં આવી નથી. આ વચ્ચે રોગચાળા અંગે ભારતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે, હવે આપણા દેશમાં કોરોનાની દવા શરૂ કરવામાં આવી છે. જી હા, દવા કંપની જેનબર્કટ ફાર્માસ્યુટિકલ્સએ તાજેતરમાં કોરોના રોગચાળાની દવા લોન્ચ કરી છે. આ દવાનું નામ ફેવિવેન્ટ છે, જે ફેવીપીરાવીરનાં નામથી બજારમાં જોવા મળશે. સારી વાત એ છે કે આ દવાની કિંમત પણ ઘણી ઓછી છે. ફેવિવેન્ટની કિંમત પ્રતિ ટેબ્લેટ માત્ર 39 રૂપિયા છે.

આપને જણાવી દઇએ કે, આ દવા કોરોનાનાં હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર માટે અસરકારક સાબિત થઈ શકે છે. દવા શરૂ કરનાર ફર્મે કહ્યું કે, ફેવિવેન્ટ 200 મિલિગ્રામની ટેબ્લેટમાં આવશે. તેમાં એક પત્તામાં 10 ગોળીઓ હશે. આ દવા તેલંગાણા રાજ્યનાં ફાર્માસ્યુટિકલ પ્લાન્ટમાં બનાવવામાં આવી રહી છે. 23 જુલાઇએ ફાર્મા કંપની બ્રિન્ટન ફાર્માસ્યુટિકલ્સએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ફેવિટોન બ્રાન્ડ નામની ફેવિપીરાવીર દવાની કિંમત પ્રતિ ટેબ્લેટ 59 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તાજેતરમાં, ફાર્મા પ્રમુખ ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સએ આ દવા ફેબીફ્લૂ નામથી બજારમાં પ્રતિ ટેબ્લેટ 75 રૂપિયામાં લોન્ચ કરી છે. હવે જોવાનું રહેશે કે આ દવા કોવિડ-19 નાં દર્દીઓને કેટલી અસર કરે છે. કોવિડ-19 ની દવાની કિંમત ભારતમાં સૌથી ઓછી છે.

ભારતમાં, કોરોના દ્વારા અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. 32 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 5 લાખ જેટલા કોવિડ-19 પોઝિટિવ કેસ છે. હવે દર 24 કલાકમાં 48 થી 50 હજાર જેટલા ચેપનાં નવા કેસ આવી રહ્યા છે. ભારત કોરોના કેસમાં વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ પછી ભારત ત્રીજા નંબરે છે. પહેલા કોરોના માત્ર શહેરોમાં મર્યાદિત હતો, પરંતુ હવે ગ્રામીણ વિસ્તારનાં લોકોને પણ આ ચેપ લાગી રહ્યો છે. જે હવે ચિંતાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.