Not Set/ કોરોનાકાળમાં પણ પાકિસ્તાન છે કે સુધરતું જ નથી, ફરી એકવાર કર્યુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન

આજે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. આ સંકટનાં સમયે મોટા ભાગનાં દેશ કોરોનાને હરાવવાની તૈયારી કરતા વેક્સીન બનાવવાની દૈડમાં ચાલી રહ્યા છે ત્યારે દુનિયાથી અલગ પાકિસ્તાનને આ સમયે પણ પોતાની નકારાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખવી છે. જી હા અહી વાત થઇ રહી છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામની.   આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન […]

India
2a501d1d7fd4ff4eaa49ae5b365de1d0 કોરોનાકાળમાં પણ પાકિસ્તાન છે કે સુધરતું જ નથી, ફરી એકવાર કર્યુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન
2a501d1d7fd4ff4eaa49ae5b365de1d0 કોરોનાકાળમાં પણ પાકિસ્તાન છે કે સુધરતું જ નથી, ફરી એકવાર કર્યુ યુદ્ધવિરામનું ઉલ્લંઘન

આજે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. આ સંકટનાં સમયે મોટા ભાગનાં દેશ કોરોનાને હરાવવાની તૈયારી કરતા વેક્સીન બનાવવાની દૈડમાં ચાલી રહ્યા છે ત્યારે દુનિયાથી અલગ પાકિસ્તાનને આ સમયે પણ પોતાની નકારાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખવી છે. જી હા અહી વાત થઇ રહી છે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામની.  

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાન એલઓસી પર તેની નકારાત્મક પ્રવૃત્તિઓને આ સમયે પણ દૂર કરવાની જગ્યાએ વધુ વેગ આપી રહ્યુ છે. શુક્રવારે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરનાં કુપવાડામાં તંગધાર સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. પાકિસ્તાને મોર્ટાર અને અન્ય શસ્ત્રો સાથે સરહદ પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા આ ગોળીબારમાં છ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. વળી ભારતીય સેનાએ પણ પાકિસ્તાનનાં આ કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો હતો.

અહેવાલો અનુસાર, પાકિસ્તાની સેનાએ એલઓસી પર કુપવાડા જિલ્લાનાં તંગધાર અને નૌગામ ખાતે ભારતીય સેનાની ફોરવર્ડ પોસ્ટ ફર પર પણ ફાયરિંગ કર્યું હતું. માહિતી આપતા કુપવાડાનાં એસએસપીએ કહ્યું કે પાકિસ્તાનની ગોળીબારમાં કોઈનું મોત નીપજ્યું નથી અને ફાયરિંગ હજી ચાલુ છે. ભારતીય સૈન્ય તરફથી પણ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.