Politics/ નંદિગ્રામથી જ ચૂંટણી લડશે મમતા બેનર્જી, PM મોદીને ફેંક્યો ખુલ્લો પડકાર, કહ્યું- 120 રેલીઓ કરી લો, જીતીશું તો અમે જ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)એ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. TMCએ આજે કુલ 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે ત્રણ સીટોને સાથી પક્ષો માટે છોડવામા આવી છે. પ્રેસ કૉન્ફરન્સમાં મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંક્યો છે. પ્રેસ કૉન્ફરન્સમાં […]

India
ezgif.com gif maker 1 નંદિગ્રામથી જ ચૂંટણી લડશે મમતા બેનર્જી, PM મોદીને ફેંક્યો ખુલ્લો પડકાર, કહ્યું- 120 રેલીઓ કરી લો, જીતીશું તો અમે જ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે તૃણમૂલ કૉંગ્રેસ (TMC)એ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. TMCએ આજે કુલ 291 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જ્યારે ત્રણ સીટોને સાથી પક્ષો માટે છોડવામા આવી છે. પ્રેસ કૉન્ફરન્સમાં મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંક્યો છે. પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે મમતા બેનર્જીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બંગાળમાં થનારી 20 રેલીઓ પર પ્રશ્ન કરવામાં આવ્યો, તો બંગાળ સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, તેઓ ઇચ્છે તો 120 રેલીઓ કરી લે, અમે ચૂંટણી જંગના અંતિમ સુધી લડાઈ લડીશું.

ezgif.com gif maker નંદિગ્રામથી જ ચૂંટણી લડશે મમતા બેનર્જી, PM મોદીને ફેંક્યો ખુલ્લો પડકાર, કહ્યું- 120 રેલીઓ કરી લો, જીતીશું તો અમે જ

ગમે તેટલી તાકાત લગાવો, જીતીશું તો અમે જ

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી આ વખતે બંગાળમાં કુલ 20 ચૂંટણી રેલી કરવાના છે, જ્યારે અમિત શાહ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ જેવા બીજેપીના મોટા ચહેરા પણ પ્રચારની કમાન સંભાળશે. ટીએમસી પ્રમુખે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, બંગાળમાં ભલે 8 તબક્કામાં ચૂંટણી થાય કે પછી 294 તબક્કામાં ચૂંટણી થાય, અમિત શાહ અમારાથી નહીં જીતી શકે. મમતાએ કહ્યું કે, બંગાળમાં ભલે કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધીની ફોર્સ લગાવી દેવામાં આવે, જીત ટીએમસીની જ થશે.

નંદીગ્રામથી લડશે મમતા બેનર્જી

ઉલ્લેખનીય છે કે ખુદ મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે. દરેક વખતે તેઓ ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે ફક્ત નંદીગ્રામથી લડવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે ટીએમસીથી બીજેપીમાં આવેલા શુભેંદુ અધિકારીએ પણ નંદીગ્રામથી લડવાની વાત કહી છે. શુભેંદુની આ વિસ્તારમાં પકડ માનવામાં આવે છે. આ જ કારણ છે કે મમતા ખુદ અહીં આવી ગઈ છે જેથી ટીએમસીને મજબૂત કરી શકાય.