Not Set/ રાજકોટમાં નવા કેસમાં આંશિક રાહત, 24 કલાકમાં વધુ 57 દર્દીઓના મોત,બપોરે 12:00 વાગ્યા સુધીમાં 148 નવા કેસ

રાજકોટમાં કોરોના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી રહી નથી. તેમજ દર્દીઓની સંખ્યામાં જોઈએ તેટલો ઘટાડો કેતા જોવા મળતા નથી.કોરોનાના દર્દીઓની સંખ્યામાં એક દિવસ ઘટાડો જોવા મળ્યા બાદ ફરી એક વખત વધારો નોંધાયો હતો

Top Stories Gujarat
rajkot corona 30 apr રાજકોટમાં નવા કેસમાં આંશિક રાહત, 24 કલાકમાં વધુ 57 દર્દીઓના મોત,બપોરે 12:00 વાગ્યા સુધીમાં 148 નવા કેસ

રાજકોટમાં કોરોના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી રહી નથી. તેમજ દર્દીઓની સંખ્યામાં જોઈએ તેટલો ઘટાડો  જોવા મળી રહ્યો નથી.કોરોનાના દર્દીઓની સંખ્યામાં એક દિવસ ઘટાડો જોવા મળ્યા બાદ ફરી એક વખત વધારો નોંધાયો હતો જ્યારે હવે ફરી પાછો ઘટાડો નોંધવામાં આવ્યો છે.રાજકોટમાં 24 કલાકમાં 57 દર્દીઓના મોત થયા છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ 148 નોંધવામાં આવ્યા છે. ગઇકાલે 66 દર્દીના મોત થયા હતા. જે પૈકી 23 દર્દીના કોરોનામાં મોત થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું હતું. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 32904 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 4180 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 702 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં વાહનોની સંખ્યા ઘટતા લોકોને મોટી આશા બંધાઈ હતી કે હવે કોરોના જતો રહેશે.પરંતુ હજુ પણ કોરોના જવાનું નામ લઇ રહ્યો નથી ત્યારે લોકોની પ્રશ્ન થઇ રહ્યો છે કે કોરોના ક્યારે જશે ?

Officials slog, crematoriums work round-the-clock in Rajkot | India News,The Indian Express

તા. 29/04/2021 બપોરના 12:00 વાગ્યાથી સાંજ સુધીમાં કુલ 466 કોરોના પોઝિટિવ કેસ 

રાજકોટ શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ –32904
સારવાર હેઠળ -4180
આજના ડિસ્ચાર્જ -702
આજ સુધીની કોવિડ ડેથ – 350

તારીખ: 29/04/2021 ના કુલ ટેસ્ટ :- 9028

કુલ ટેસ્ટ :- 9028
કુલ પોઝિટિવ :- 607

પોઝિટીવ રેઈટ :- 6.72 %
કુલ ડીસ્ચાર્જ :- 702

આજે તા. 30/04/2021 ના બપોરે 12:00 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસ :- 148

કુલ પોઝિટિવ કેસ :- 33052
કુલ ડિસ્ચાર્જ : 28551
રિકવરી રેઈટ : 86.77 %
કુલ ટેસ્ટ :- 990193
પોઝિટિવિટી રેઈટ :- 3.29 %

Rajkot first district in Saurashtra to have over 10,000 Covid cases | India News,The Indian Express

સાંજ સુધીમાં કુલ 6664 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટ શહેરમાં આજે તા. 29/04/2021 ના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં 45 વર્ષથી મોટી ઉંમર ધરાવતા કુલ 6664 નાગરિકોએ રસી લીધી.

vaccine 9 રાજકોટમાં નવા કેસમાં આંશિક રાહત, 24 કલાકમાં વધુ 57 દર્દીઓના મોત,બપોરે 12:00 વાગ્યા સુધીમાં 148 નવા કેસ

એસટીમાં આજે વધું 80 સહિત 280 રૂટ રદ

રાજકોટ એસટીમાં બહોળા પ્રમાણમાં મુસાફરો કોરોનાની ઝપેટે ચડી રહ્યા છે. એસ.ટી.ના સ્ટાફ તેમજ અધિકારીઓ પણ કોરોનાના કારણે સારવાર હેઠળ છે.મોટા ભાગના કર્મચારીઓ સારવાર લીધા બાદ ફરીથી કાર્યરત થઇ રહ્યા છે.પરંતુ અહીં ભીડ એકત્ર થતી હોય કોરોના નો ખતરો સતત મંડરાતો રહે છે.જેના કારણે દિનપ્રતિદિન મુસાફરોની સંખ્યામાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે.મુસાફરોના અભાવે લોકલ રૂટની 50 ટકાથી વધારે બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ત્યારે એસટીની આવકમાં પણ મોટો ફટકો પડી રહ્યો છે. પરંતુ મુસાફરો મળી રહ્યા ન હોય હવે રાજકોટ એસટીમાં આજે વધું 80 સહિત 280 રૂટ રદ કરવામાં આવ્યા છે.

Rajkot Municipal Transport Service: GSRTC's proposal for satellite bus station in Rajkot gathering dust with government | Rajkot News - Times of India

 

Untitled 47 રાજકોટમાં નવા કેસમાં આંશિક રાહત, 24 કલાકમાં વધુ 57 દર્દીઓના મોત,બપોરે 12:00 વાગ્યા સુધીમાં 148 નવા કેસ