સર્ચ ઓપરેશન/ તાઉતે વાવાઝોડામાં બાર્જ P305 ડૂબ્યું, 171 લોકો ગુમ

ચક્રવાત તાઉતે એ અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો છે. સોમવારે તાઉતે તોફાન મુંબઇ પાસેથી પસાર થયું ત્યારે ‘બાર્જ પી 305’ નામનું વહાણ મુંબઈ હાઇ પર અટવાઈ ગયું હતું.

Top Stories India
તાઉતે વાવાઝોડું 36 તાઉતે વાવાઝોડામાં બાર્જ P305 ડૂબ્યું, 171 લોકો ગુમ

ચક્રવાત તાઉતે એ અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો છે. સોમવારે તાઉતે તોફાન મુંબઇ પાસેથી પસાર થયું ત્યારે ‘બાર્જ પી 305’ નામનું વહાણ મુંબઈ હાઇ પર અટવાઈ ગયું હતું. આ વહાણમાં કુલ 273 લોકો સવાર હતા. હવે આ જહાજ ડૂબી જવાના સમાચાર સામે આવ્યા છે.

તાઉતે વાવાઝોડું 38 તાઉતે વાવાઝોડામાં બાર્જ P305 ડૂબ્યું, 171 લોકો ગુમ

વાવાઝોડાની અસર / તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાતમાં છોડ્યા વિનાશક દ્રશ્યો

ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરીને 150 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. પરંતુ વહાણમાં સવાર બાકીનાં 171 લોકો હજી ગુમ છે. વહાણને બચાવવા માટે પહેલાથી જ એલર્ટ નૌસેનાએ પૂરો પ્રયાસ કર્યો હતો. આઈએનએસ કોચ્ચીને તેના બચાવ માટે રવાના કરાયા હતા. પરંતુ પરિસ્થિતિ ખૂબ પ્રતિકૂળ હતી. દરિયામાં ઉંચા મોઝા ઉંઠ્યા હતા અને જોરદાર પવન ફૂંકાયો હતો. આ કારણોસર બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી. બાદમાં આઈએનએસ કોલકાતાએ પણ આ અભિયાનમાં ભાગ લીધો હતો. હવે આઈએનએસ કોચ્ચી અને આઈએનએસ કોલકાતા આ મિશનમાં સાથે મળીને કામ કરી રહ્યા છે.

તાઉતે વાવાઝોડું 37 તાઉતે વાવાઝોડામાં બાર્જ P305 ડૂબ્યું, 171 લોકો ગુમ

વાવાઝોડાની અસર / ભાવનગરમાં વાવાઝોડાનાં કારણે ભારે નુકસાન, 5 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી

ભારતીય નૌકાદળનાં જણાવ્યા અનુસાર P8I સર્વેલન્સ એરક્રાફ્ટની સહાય રાહત કાર્યમાં લેવામાં આવી રહી છે. આ સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી રહી છે. નૌસેનાએ દરિયામાં રાહત આપવા માટે પૂરી શક્તિ આપી છે. મળતી માહિતી પ્રમાણે, કુલ 273 લોકો બાર્જ P305 માં હતા. આઈએનએસ કોચ્ચી અને આઈએનએસ કોલકાતા યુદ્ધ બોટની મદદથી, તેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બીજા સપોર્ટ જહાજનો ટેકો લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા છે.

majboor str 13 તાઉતે વાવાઝોડામાં બાર્જ P305 ડૂબ્યું, 171 લોકો ગુમ