કામગીરી/ સુરતની આ 4 કંપનીઓનો 3.87 કરોડ રૂપિયાનો ટેક્સ બાકી, RTO કરશે હવે કંપનીની મિલકત પર…

સુરત RTO દ્વારા જે લોજિસ્ટિક કંપનીઓએ છેલ્લા એક વર્ષથી ટેક્સ ભર્યો ન હોય તેવી કંપનીઓને ત્રણથી ચાર વખત નોટિસ આપી છે અને હવે આરટીઓ દ્વારા આ કંપનીની મિલકત પર બોજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

Gujarat Surat
સુરત RTO

@અમિત રૂપાપરા 

સુરત શહેરને ઉદ્યોગનું હબ માનવામાં આવે છે. ત્યારે શહેરમાં અનેક નાની મોટી લોજિસ્ટિક કંપની પણ કાર્યરત છે અને આ કંપનીઓ પોતાના માલસામાનની હેરાફેરી કરવા માટે ઘણા મોટા હેવી વાહનો પણ દોડાવે છે. ત્યારે આ કંપનીઓને પોતાના વાહનો માટે દર વર્ષે ટેક્સ ભરવો પડે છે પરંતુ ઘણી કંપની પોતાનો ટેક્સ ભરતી નથી.

અંતે RTO દ્વારા આવી કંપનીઓ સામે લાલ આંખ કરી કંપનીની મિલકત પર બોજો નાખવાની કામગીરી કરવામાં આવે છે. જેથી ભવિષ્યમાં કંપનીએ કોઈ પણ મિલકતની લે વેચ કરવી હોય તો RTO માં ટેક્સ ભર્યા બાદ જ એનઓસી મેળવીને તે મિલકતની લે વેચ કરી શકે છે. સુરત RTO દ્વારા જે લોજિસ્ટિક કંપનીઓએ છેલ્લા એક વર્ષથી ટેક્સ ભર્યો ન હોય તેવી કંપનીઓને ત્રણથી ચાર વખત નોટિસ આપી છે અને હવે RTO દ્વારા આ કંપનીની મિલકત પર બોજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

RTO માં ટેક્સ બાકી હોવા છતાં અને આરટીઓની નોટિસની અવગણના કરતી ચાર કંપની સામે સુરત આરટીઓ દ્વારા લાલા કરવામાં આવી છે. આ ચાર કંપનીમાં એસ્સાર, આઈડિયલ, કૃણાલ સ્ટ્રકચર અને એક્સેલન્ટ લોજિસ્ટિકનો સમાવેશ થાય છે. જેમાં ત્રણેય કંપનીના 469 જેટલા વાહનોનો 4 કરોડનો ટેક્સ ભરવાનો બાકી છે. જોકે આ તમામ કંપનીને આરટીઓ દ્વારા ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે પરંતુ એક પણ કંપની દ્વારા ટેક્સ ભરવામાં આવ્યો નથી.

આ કંપની પાસે જે વાહનો છે તેમાં 90 ટકા ટ્રક છે અને ટેક્સની રકમ ચાર કરોડ જેટલી થઈ હોવાના કારણે હવે આરટીઓ દ્વારા આ કંપનીની મિલકતો પર બોજો નાખવાની કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત સુરત આરટીઓ દ્વારા અન્ય 30 જેટલી આવી કંપનીઓ પણ આઇડેન્ટીફાય કરવામાં આવી છે કે જે ટેક્સ ભરવામાં બેદરકારી રાખે છે અને હવે તેમની સામે પણ નોટિસિવ કરવામાં આવશે અને જો તે ટેક્સ નહીં ભરે તો આ કંપનીઓની મિલકત પર પણ ગોજો નાખવામાં આવશે.

જે ચાર કંપનીનો ટેક્સ બાકી છે તેમાં આઈડિયલ કંપની પાસે 228 વ્હીકલ છે અને 2,24,65,136 નો ટેક્સ બાકી છે. એસ્સાર કંપની પાસે 137 ભારે વાહનો છે અને તેનો 1,18,61,677 રૂપિયાનો ટેક્સ બાકી છે. આ ઉપરાંત કૃણાલ સ્ટ્રક્ચર નામની કંપની પાસે 76 હેવી વાહનો છે અને 23,98,224 રૂપિયા ટેક્સ બાકી છે. અને એક્સિલન્ટ લોજિસ્ટિક પાસે 18 વાહનો છે અને તેનો 20,74,256 રૂપિયાનો ટેક્સ બાકી છે.

આમ આ ચાર કંપની પાસે કુલ મળી 469 જેટલા ભારે વાહનો છે અને તેનો 3,87,99,293 રૂપિયાનો ટેક્સ બાકી છે. ત્યારે હવે આ ચારે ચાર કંપનીઓની મિલકત પર આરટીઓ દ્વારા બોજો નાખવામાં આવશે જેથી ભવિષ્યમાં કંપનીએ મિલકતની લે વેચ કરવી હશે તો પહેલા આરટીઓમાં ટેક્સ ભરવો પડશે અને ટેક્સ ભર્યા બાદ એનઓસી મળશે અને પછી જ કંપની પોતાની મિલકતની લે-વેચ કરી શકશે.

આ પણ વાંચો:રાજકોટ એઇમ્સ ડાયરેકટર પદેથી ડો. વલ્લભ કથીરીયાનું સાત જ દિવસમાં રાજીનામુ, વાંચો શું લખ્યું છે રાજીનામાના લેટરમાં

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલ અચાનક પહોંચ્યા દિલ્હી, PM મોદી સાથે કરી બેઠક

આ પણ વાંચો:સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ મુદ્દે રોકડીયા હનુમાન મંદિરના મહંતે આપી વધની ચીમકી

આ પણ વાંચો:નાના વરાછામાં ઝડપાયું ગરીબોના હક્નું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ