ક્રાઈમ/ બુરખો પહેરી મહિલા PSI હૈદરાબાદ પહોચ્યા…જાણો સુરતમાં 5 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીઓ કંઇ રીતે પકડાયા

2017માં યુવકની હત્યા કરી, લાશના ટુકડા કરનાર મુસ્લિમ દંપતીની પોલીસે વેશપટલો કરી હૈદરાબાદથી ધરપકડ કરી

Gujarat Surat
Untitled 216 6 બુરખો પહેરી મહિલા PSI હૈદરાબાદ પહોચ્યા...જાણો સુરતમાં 5 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપીઓ કંઇ રીતે પકડાયા

@અમિત રૂપાપરા 

Surat : સુરતના ભેસ્તાન વિસ્તારમાં વિનાયક રેસીડેન્સીની સામે 2017 જાન્યુઆરીના રોજ એક 18 વર્ષના યુવકની લાશના કટકા મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ યુવકનું નામ મોહમ્મદ ફકરુદ્દીન છે. તે ઉન વિસ્તારમાં ભીંડી બજારમાં રહેતો હતો. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ યુવકની લાશના કટકા મળ્યા બાદ બે દિવસ પછી યુવકના હાથ-પગ વગરનું ધડ પણ ભેસ્તાન નજીક સોનારી ગામ નજીક આવેલ ખાડી કિનારે જાળીમાંથી મળી આવ્યું હતું.

ત્યારબાદ પોલીસ દ્વારા બે આરોપીને પકડી તેની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ચોંકાવનારી હકીકત પોલીસના ધ્યાન પર આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે, અકબરઅલી શેખ નામનો ઇસમ પોતાના વતન અને તેની આજુબાજુના ગામના ગરીબ બાળકોને રોજગારી અપાવવાના બહાને સુરત લાવતો હતો. ત્યારબાદ સુરત લાવી આ બાળકો પાસે ઉન વિસ્તારના ભીંડી બજારમાં નાસીમાં નગરમાં સાડીનું વર્ક કરાવતો હતો અને પગાર આપવાના બદલે માત્ર બાળકોને જમવાનું આપતો હતો.

પોલીસને વધુ માહિતી મળી હતી કે, અકબર અલીના આ પ્રકારના ત્રાસથી ફકરુદ્દીન અને તેની સાથે રહેલા બે મિત્ર ઇસરાફી અને ઇસરાઈલ નામના યુવકો પણ નોકરી છોડીને તેઓ ફકરૂદ્દીન સાથે ચાલ્યા ગયા હતા. આ બાબતની જાણ અકબરઅલી અને તેની પત્ની અફસાનાને થઈ હતી. જેથી અકબર અલીએ તેની પત્ની અફસાના સાથે મળી રસ્તામાંથી જ યુવકોને પકડી લેવામાં આવ્યા હતા. અને ફકરુદ્દીન પર રોષ રાખીને અકબર અલી નાની નાની ભૂલો કાઢી તેને વારંવાર માર મારતો હતો.

એક દિવસ અકબરઅલી ફકરુદ્દીનને લોખંડના સળિયાથી માર મારતો હતો ત્યારે વધુ ઇજાના કારણે ફકરૂદ્દીનનું મોત થયું હતું અને ફકરૂદ્દીનની લાશ સગેવગે કરવા માટે અકબરઅલી ચાર મોટા ચપ્પુ લાવ્યો હતો. આ ચાર ચપ્પુની મદદથી તેને અન્ય બે તરુણને સાથે રાખીને ફકરુદ્દીનની લાશના ટુકડા કર્યા હતા. જેમાં માથું, હાથ-પગ અને ધડ અલગ કરી દીધું હતું અને ફકરુદ્દીનની લાશના ટુકડાને અલગ અલગ જગ્યા પર ફેંકવાની યોજના બનાવી હતી.

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ અકબર અલી અને તેની પત્ની અફસાના હૈદરાબાદમાં પોતાના વતનમાં છુપાઈ ગઈ હતી. ત્યારે પોલીસને તપાસમાં મળી હતી અને આ આરોપીઓના સંબંધીના મોબાઈલ નંબરના સર્વેન્સના આધારે મહિલા PSI જયશ્રી દેસાઈ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ, હેડ કોન્સ્ટેબલ હરીસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ બાતમીના આધારે હૈદરાબાદના સુલેમાન નગરમાં પહોંચ્યા હતા. જ્યાં મહિલા PSI અને તેમની ટીમે મુસ્લિમ પહેરવેશ ધારણ કરી ફકરુદ્દીનની હત્યા કરનાર દંપતીને ઝડપી પાડ્યુ હતું. મહિલા PSI અને તેમની ટીમને પાંચ દિવસ સુધી મુસ્લિમ પહેરવેશમાં જ હત્યારાઓને પકડવા માટે જહેમદ ઉઠાવવી પડી હતી.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ