Not Set/ ખુશીના સમાચાર : નર્મદામાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાશે

ગાંધીનગર, નર્મદા નદીમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાણી છોડવાની રજૂઆત કરી હતી. આ રજુઆતને લઈને  તંત્ર હવે જાગ્યું છે અને જાહેરાત કરી હતી કે, સોમવારે  બપોરે 12 વાગ્યે કરજણ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા નદીમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાથી નદીમાં પાણી છોડવામાં આવતું નથી. […]

Gujarat
maxresdefault 2 1 ખુશીના સમાચાર : નર્મદામાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાશે

ગાંધીનગર,

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાણી છોડવાની રજૂઆત કરી હતી. આ રજુઆતને લઈને  તંત્ર હવે જાગ્યું છે અને જાહેરાત કરી હતી કે, સોમવારે  બપોરે 12 વાગ્યે કરજણ ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે.

નર્મદા નદીમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાથી નદીમાં પાણી છોડવામાં આવતું નથી. પણ પાણી છોડવાની માંગ ઉગ્ર બનતા આજે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવશે. જેથી નર્મદા નદીનું જળસ્તર વધશે.

 26 જાન્યુઆરી સુધી પાણી છોડવામાં આવશે. જેથી નર્મદા જયંતી પહેલા નર્મદા નદીમાં પર્યાપ્ત પાણીનો જથ્થો ભેગો થઈ જશે. આ કારણોસર લોકોમાં ખુશીની લહેર છવાઈ છે.