ફરિયાદ/ કારમાં એકલી બેસેલી સગીરા સાથે MLA અને બેંકના ચેરમેને કરી બળજબરીથી છેડતી, આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ FIR

નવેમ્બર 2020માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સાથે થયો હતો.

Top Stories Gujarat Others
છેડતી

પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની છેડતી કરવા બદલ ગુનો નોંધાયો છે. આબુ રોડ પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત 4 જણા સામે ગુનો નોંધાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા માટે ગયા હતા ત્યારે કારમાં એકલી બેસેલી સગીરા સાથે ધારાસભ્ય અને બેંકના ચેરમેને બળજબરીથી છેડતી કરી હતી. ગત વર્ષે ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા મહિલાએ સિરોહી કોર્ટમાં દાદ માગતા કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધવામાં આવી છે.

માહિતી અનુસાર સમગ્ર ઘટના નવેમ્બર 2020માં અમદાવાદની મહિલાનો પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સાથે થયો હતો. બાદમાં તેમના પરિવાર અને સગીરવયની દીકરી તથા અન્ય વ્યક્તિએ જેસલમેર ફરવા ગયા હતા. રસ્તામાં આબુ પહોંચતા મહિલા ઉલ્ટી આવતા કારમાંથી નીચે ઉતરીને થોડા સમય ત્યાં જ રહી હતી. આ દરમિયાન તેની સગીર પુત્રી કારમાં એકલી હતી.

ભારે પરેશાનને કારણે 5 માર્ચ 2022 ના રોજ મહિલા દ્વારા આત્મહત્યાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદી મહિલાએ તેની પુત્રી સાથે થયેલી છેડછાડને લઈને ગજેન્દ્રસિંહ અને તેમની સાથેના બે લોકો વિરુદ્ધ સદર આબુરોડ પોલીસ સ્ટેશનમાં 26 મે 2022 ના રોજ રિપોર્ટ કરી હતી પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ મહિલાએ 12 ઓક્ટોબર 2022 ના રોજ રજીસ્ટર ડાક પોલીસ સ્ટેશન સદર આબુરોડ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કર્યો હતો અને ત્યારબાદ ડીએસપી શિરોહીને પણ રજીસ્ટ્રી ડાક રિપોર્ટ મોકલેલ હતો ત્યારબાદ સિરોહી કોર્ટના આદેશ બાદ ભારતીય દંડ સંહિતાની ધારા 354,354 એ, 365, 506, 384/347/8 પોસ્કો કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

6 1674297008 કારમાં એકલી બેસેલી સગીરા સાથે MLA અને બેંકના ચેરમેને કરી બળજબરીથી છેડતી, આબુ રોડ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ FIR

જો આ મહિલાની હકિકતો પૂરવાર થઈ તો ભાજપના 2 નેતાઓ સામે રાજસ્થાનમાં મોટી કાર્યવાહી થઈ શકે છે. આ તમામ ગંભીર બાબતોને લઇને પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન થતા સિરોહી ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ તમામ બાબતોને ગંભીરતાથી લઇને ફરિયાદ નોંધવાનો હુકમ કરતા શુક્રવારે સિરોહી પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ પટેલ વિરૂદ્વ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ એક્ટિવ થતાં હવે પ્રાંતિજના ધારાસભ્ય ભરાઈ જાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો:ગુજરાતમાં દરરોજ 9 શ્રમિકો કરે આપઘાત, જાણો શું છે કારણ

આ પણ વાંચો:અડાજણ વિસ્તારમાંથી ઇ સિગારેટ ઝડપાઇ, SOG પોલીસે બે ઈસમોની કરી ધરપકડ

આ પણ વાંચો:અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડાતો માર્ગ બિસ્માર હાલતમાં, વડાપ્રધાને કર્યુ હતુ લોકાર્પણ