Not Set/ ભારતના “બિન લાદેન” અબ્દુલ કુરૈશીની એક દાયકા બાદ દિલ્લીમાં ધરપકડ, ગુજરાત બ્લાસ્ટમાં હતો માસ્ટર માઈન્ડ

દિલ્લી. ગણતંત્ર દિવસ પહેલા આતંકી હુમલાના એલર્ટ પહેલા દિલ્લી પોલીસ દ્વારા કરવામાં આવેલા ઇન્વેસ્ટીગેશનમાં એક દાયકા બાદ મોટી સફળતા મળી છે. દિલ્લી પોલીસે ૨૦૦૮માં ગુજરાતમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં આરોપી અને સિમી તેમજ ઇન્ડિયન મુજાહિદ્દીના આતંકી અબ્દુલ સુભાન કુરૈશીની ધરપકડ કરી છે. નોધનિય છે કે, કુરૈશી ૨૦૦૮ના ગુજરાત બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ છે. ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, […]

Top Stories
ભારતના "બિન લાદેન" અબ્દુલ કુરૈશીની એક દાયકા બાદ દિલ્લીમાં ધરપકડ, ગુજરાત બ્લાસ્ટમાં હતો માસ્ટર માઈન્ડ

દિલ્લી.

ગણતંત્ર દિવસ પહેલા આતંકી હુમલાના એલર્ટ પહેલા દિલ્લી પોલીસ દ્વારા કરવામાં આવેલા ઇન્વેસ્ટીગેશનમાં એક દાયકા બાદ મોટી સફળતા મળી છે. દિલ્લી પોલીસે ૨૦૦૮માં ગુજરાતમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં આરોપી અને સિમી તેમજ ઇન્ડિયન મુજાહિદ્દીના આતંકી અબ્દુલ સુભાન કુરૈશીની ધરપકડ કરી છે. નોધનિય છે કે, કુરૈશી ૨૦૦૮ના ગુજરાત બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ છે.

ઇન્વેસ્ટીગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, આતંકી હુમલાના એલર્ટના કારણે દિલ્લી પોલીસ દ્વારા સમગ્ર દિલ્લીમાં છાપેમારી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પોલીસને મળેલી ગુપ્ત માહિતી મળી હતી કે ૨૦૦૮ન ગુજરાત સીરિયલ બ્લાસ્ટમાં આરોપી અને સિમી તેમજ ઇન્ડિયન મુજાહિદ્દીના આતંકી અબ્દુલ સુભાન કુરૈશી દિલ્લીમાં છે અને તે ગણતંત્ર દિવસ પર દિલ્લીમાં આતંકી હુમલાની ફિરાકમાં છે.

ભારતના “બિન લાદેન”ના નામથી કુખ્યાત અબ્દુલ સુભાન કુરૈશી વ્યવસાયે ઈન્જીનિયર છે અને આતંકી બોમ્બ બનાવવામાં મહારત હાંસલ કરી છે. સુરક્ષા એજન્સીઓએ ૧૧ જુલાઈ ૨૦૦૬ન મુંબઈમાં થયેલા ટ્રેન બ્લાસ્ટમાં આ આતંકીની તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત આતંકી કુરૈશી દિલ્લી, બેંગલુરુ અને અમદાવાદમાં થયેલા આતંકી હુમલામાં તેનો સાથ છે અને તે ઇન્ડિયન મુજાહિદ્દીનનું ઓનલાઈન કામ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ૨૬ જુલાઈ, ૨૦૦૮ના રોજ માત્ર ૭૦ મિનિટમાં ૨૧ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. જેમાં ૫૬ લોકોના મોત થયા હતા જયારે ૨૦૦ થી વધુ ઘાયલ થયા હતા.