નવસારીમાં સાઇક્લોથોન રેસનુ આયોજન કરાવામાં આવ્યુ હતુ. સાઇકલિસ્ટો માટે યોજાયેલી 28 કિમીની રેસને જિલ્લા પોલીસ વડા ડો. ગિરિશ પંડ્યાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતુ. તો આ રેસમાં બે વિભાગોમાં 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે 50 થી વધુ લોકો સાયકલ ફન રેસમાં જોડાયા હતા. રેસમાં નાના બાળકોથી લઇને વૃધ્ધો પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેસમાં વિજેતા થયેલા લોકોને પુરસ્કાર સાથે જ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શિયાળાને તંદુરસ્તી સાથે જોવામાં આવે છે, ત્યારે શિયાળાના પ્રારંભે નવસારીના ધી સાઇક્લોપીડીયા અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ફીટ ઇંડિયા મુવમેન્ટ અંતર્ગત આજે વહેલી સવારે નવસારીના સાઇકલિસ્ટો માટે યોજાયેલી 28 કિમીની સાઇક્લોથોન 2019 રેસને જિલ્લા પોલીસ વડા ડો. ગિરિશ પંડ્યાએ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાન બાદ હવે ફીટ ઇંડિયા મુવમેન્ટને વેગ આપવા માટે આહ્વાન કર્યુ છે. ત્યારે નવસારીજનો પણ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રયાસો કરી રહ્યા છે. નવસારીમાં આજે વહેલી સવારે યોજાયેલી સાઇક્લોથોન 2019 માં 30 વર્ષથી નીચેના અને 30 વર્ષથી ઉપરના એ રીતે બે વિભાગોમાં 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યારે 50 થી વધુ લોકો સાયકલ ફન રેસમાં જોડાયા હતા. નવસારીના ઇટાળવાથી આરંભાયેલી સાઇકલ રેસ ગણદેવી ચાર રસ્તા પાસેથી પરત ઇટાળવા સુધી પહોંચી હતી. રેસમાં નાના બાળકોથી લઇને વૃધ્ધો પણ ઉત્સાહભેર જોડાયા હતા. જ્યારે બંને વિભાગોમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમને 10 હજાર, બીજાને 7 હજાર અને ત્રીજાને 5 હજાર રૂપિયાનુ રોકડ પુરસ્કાર સાથે જ ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ફીટ ઇંડિયા અને ગો ગ્રીનના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી સાઇકલોથોન 2019 ને લઇને શિયાળાની સવારે લોકો રોમાંચીત જણાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.