ગુજરાત/ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ : ભારેપવન છતાંય શહેરીજનો હરખાયા

અમદાવાદમાં આજ સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરમાં હળવાથી ભારે વરસાદ થશે તેવું જણાઇ રહ્યું હતું. હાલ વરસાદ થઇ રહ્યો છે અને ગાજવીજ પવન પણ જોવા મળી રહ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
વરસાદ

રાજ્યભરમાં મોસમનો વરસાદ થઇ રહ્યો હતો ત્યારે અમદાવાદીઓ પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતા.અ આજે અમદાવાદમાં પણ મેઘો મહેરબાન થયો છે અને અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ચોમાસાની ઋતુ છતાં અમદાવાદમાં તાપમાનનો પારો વધેલો હતો અને  શહેરીજનો છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ગયા હતાં ત્યારે આજે વરસાદ થતા શહેરીજનો હરખાયા હતા અને વરસાદમાં પલળવાની મજા પણ માણતા જોવા મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે.

અમદાવાદમાં આજ સાંજથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને શહેરમાં હળવાથી ભારે વરસાદ થશે તેવું જણાઇ રહ્યું હતું. હાલ વરસાદ થઇ રહ્યો છે અને ગાજવીજ પવન પણ જોવા મળી રહ્યો છે. સાંજના છ વાગ્યાની આસપાસ અમદાવાદ શહેરનું હવામાન બદલાયું અને શહેરના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ સહિતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

આ પણ વાંચો : રાજ્યમાં પોક્સો એક્ટનું પાલન કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવું ખૂબ જ આવશ્યક : ગૃહ રાજ્યમંત્રી