CID crime raid/ રાજ્યની અમદાવાદ સહિત 25 આંગડિયા પેઢી પર દરોડા

દરોડામાં 15 કોરડ રોકડા અને સોનુ કબજે કરાયા

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 10T173703.833 રાજ્યની અમદાવાદ સહિત 25 આંગડિયા પેઢી પર દરોડા

Ahmedabad News : રાજ્યની 25 જેટલી આંગડિયા પેઢી પર  દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે. આ દરોડામાં 15 કરોડ રૂપિયા રોકડા તથા સોનુ કબજે કરવામાં આવ્યું છે.

સીઆડી ક્રાઈમના સીઆઈ સેલે ઈન્ક્મટેક્સ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

ગાંધીનગર સીઆડી ક્રાઈમની ટીમે રાજ્યભરની 25 જેટલી આંગડિયા પેઢી પર ઈન્ત્મટેક્સની ટીમો સાથે  દરોડા પાડ્યા હતા.

આ આંગડિયા પેઢીમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં લઈને આ દરોડા પાડવામાં આવ્યા હતા.

તે સિવાય મની લોન્ડરિંગ અને હવાલાની શંકાને આધારે આ દરોડા પડાયા હોવાની ચર્ચા છે.  આ દરોડામાં  સઆઈડી ક્રાઈમના 40 પોલીસો દજોડાયા હતા. આ કામગીરી જામનગર, રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને અમદાવાદમાં હાથ ધરાઈ હતી.  અન્ય શહેરોમાં પણ કાર્યવાહી થી હોવાનું કહેવાય છે.

સુરત અને અમાદવાદમાંથી અંદાજે 15 કરોડથી વધુની રકમ કબજે કરાઈ છે. આ નાણાકીય વ્યવહારો બેનામી હોવાનું કહેવાય છે. જેની તપાસ ચાલી રહી છે.

અગાઉ સીઆઈડી ક્રાઈમમાં આંગડિયા પેઢીનો  ડુપ્લિકેટ એકાઉન્ટ્સનો ગુનો નોંધ્યો હતો. જેમાં બેનામી નાણાંકીય લેવડદેવડની ચેઈન ધ્યાનમાં આવી હતી.

સીઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ચૈતન્ય મંડલીકના માર્ગદર્શનમાં ચાલી રહેલી તપાસમાં રાજ્યની 25 આંગડિયા પેઢીના નામ ખુલ્યા હતા. આ ગેરકાયદે વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…