Mahisagar News: મહીસાગર જિલ્લામાં ગોધરા તાલુકા પંચાયત પ્રમુખની પસંદગીને લઈને આદિવાસી સમાજ (Tribal community)માં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આદિવાસી આગેવાનો અને સમાજના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ‘સાચા આદિવાસી’ ઉમેદવારને જ પ્રમુખ બનાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
સમાજના આગેવાનોનું કહેવું છે કે તાલુકા પંચાયતની અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત બેઠકો પર માત્ર યોગ્ય અને ખરેખર આદિવાસી (Tribal community) વ્યક્તિને જ સ્થાન મળવું જોઈએ. તેઓએ વાંકડી, વેણા, સરસવા અને પાંચમુવા સહિતની બેઠકોના દાખલાઓની વિશ્લેષણ સમિતિ દ્વારા ખરાઈ કરવાની પણ માંગ કરી છે.
આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો ‘બેઠલા’ અથવા બે અલગ અલગ દાખલા ધરાવતા લોકોને આદિવાસી (Tribal community) તરીકે પ્રમુખ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Tribal community: ખોટા ઉમેદવાર સામે ઉગ્ર ચેતવણી
સ્થાનિક આગેવાન છગન ભાભોરે જણાવ્યું હતું કે અગાઉ પણ આવા બનાવો બન્યા છે, જેમાં સાચા આદિવાસી (Tribal community)ઓને ન્યાય મળ્યો નહોતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “સાચો આદિવાસી જ પ્રમુખ બનવાનો હકદાર છે. જો ખોટી રીતે કોઈને પ્રમુખ બનાવવામાં આવશે તો સમાજ તેને સ્વીકારશે નહીં.”
માહિતી મુજબ, ગોધરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 11 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જેના કારણે પ્રમુખ પદની પસંદગી હવે રાજકીય અને સામાજિક રીતે અત્યંત સંવેદનશીલ બની ગઈ છે.હાલ સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધી ગયો છે અને આદિવાસી સમાજની માંગને લઈને તંત્ર પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ રદ: આદિવાસી સમાજનો વિજય
