દેશ ભરમાં એક તરફ લોકડાઉન છે તો બીજી તરફ કોરોના વાયરસે પોતાનો આતંક દેખાડીને લોકોને ભયભીત કરી દીધા છે. અને આવા માહોલમાં અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી પોલીસે એક મકાનમાં રેડ પાડીને દસ જેટલા જુગારીઓની ધરપકડ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગાયકવાડ હવેલી પોલીસને બાતમી મળી હતી કે જમાલપુરના ખમાસા પાસે આવેલા ખાટકીવાડ ના એક મકાનમાં બંધ બારણે જુગાર ધામ ચાલી રહ્યું છે.પોલીસે બાતમીના આધારે જુદી જુદી ટીમો બનાવીને જુગારના સ્થળે રેડ પાડી હતી.રેડ પડતાની સાથે જ મકાનમાં નાસભાગ સર્જાઈ હતી.જોકે,પોલીસે નાસભાગ કરી રહેલા તમામ જુગારીઓની ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલા દસ આરોપીઓની પોલીસે શારીરિક ચકાસણી કરતા તેમના પાસેથી રોકડ રકમ અને અન્ય વસ્તુઓ સહીત કુલ 19,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.પોલીસે દસેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
