Gujarat Local Body Election 2026/ અમદાવાદ: પોસ્ટર વિવાદથી આચાર સંહિતા ભંગનો મામલો

શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં લાગેલા પોસ્ટરોને લઈને વિવાદ(Poster Controversy) સર્જાયો હતો

Gujarat
ચૂંટણી સમયે કોર્પોરેશન તંત્ર એક્ટિવ થયું છે. શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં લાગેલા પોસ્ટરોને લઈને વિવાદ(Poster Controversy) સર્જાયો હતો

Gujarat Local Body Election 2026/   ચૂંટણી સમયે કોર્પોરેશન તંત્ર એક્ટિવ થયું છે. શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં લાગેલા પોસ્ટરોને લઈને વિવાદ(Poster Controversy) સર્જાયો હતો. મ્યુનિસિપલ કમિશનના આદેશ બાદ કોર્પોરેશનની ટીમ સ્થળ પર પહોંચી અને આચાર સંહિતા ભંગ(Violation) થતો હોવાના કારણે પોસ્ટરો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ચાલીમાં રહેતા સ્થાનિક રહીશો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોનો આરોપ છે કે રિ-ડેવલપમેન્ટ મુદ્દે તેમના મકાનો ખાલી કરાવવાના પ્રયાસો સામે વિરોધ ચાલી રહ્યો છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓની સમીક્ષા માટે ખાસ બેઠક યોજાશે. રાજ્યના તમામ કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની આ બેઠક રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણા દ્વારા વીડિયો કોન્ફરન્સ મારફતે લેવામાં આવશે. આજે બપોરે 3 વાગ્યે યોજાનારી આ બેઠકમાં મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. મતદાન મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર વિશેષ ચર્ચા થશે.

મહેસાણા જિલ્લામાં ભાજપે પાર્ટી વિરુદ્ધ જઈ ચૂંટણીમાં ઉમેદવારી કરનાર 6 સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા સભ્યોમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જયંતિ પટેલ, ચિંકલ પટેલ, અવિનાશ ચાવડા, વિજય પટેલ, કિરણ ઠાકોર અને દર્શન પરમારનો સમાવેશ થાય છે. પાર્ટીએ ગેરશિસ્ત અને સંગઠન વિરોધી પ્રવૃત્તિના આરોપ હેઠળ આ કાર્યવાહી કરી છે.

લીંબડી તાલુકાના રાણાગઢમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ઉથલપાથલ જોવા મળી. કોંગ્રેસના કેટલાક આગેવાનો ભાજપમાં જોડાયા છે. આ જોડાણ લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાની હાજરીમાં થયું હતું, જ્યારે દશાડા ધારાસભ્ય પી.કે. પરમાર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. આ ઘટનાને કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ધાનેરામાં ભાજપના એક આગેવાને રમેલમાં જઈને ભુવાજીના શરણે પહોંચી જીત માટે આશીર્વાદ મેળવ્યા. પ્રચાર દરમિયાન તેમણે ભાજપને જીતાડવાની અપીલ કરી અને સ્ટેજ પરથી દાવો કર્યો કે માતાજીએ તેમને આશીર્વાદ આપ્યા છે. ચૂંટણી નજીક આવતા આગેવાનો ધાર્મિક સ્થાનોએ આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે.

ગાંધીનગરમાં વ્યસનમુક્ત અને સ્વચ્છ ચૂંટણી માટે અનોખી પહેલ જોવા મળી છે. ઉવારસદ બેઠક પર બંને પક્ષના ઉમેદવારો એક જ મંચ પર આવ્યા હતા અને ચૂંટણી દરમિયાન દારૂ ન આપવાનો સંકલ્પ કર્યો. મતદારોને લોભ વગર મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી અને સ્વચ્છ તથા સંસ્કારી ચૂંટણી માટે સંયુક્ત પ્રયાસ કરવામાં આવ્યો.

જામનગરના વોર્ડ નં. 10માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિરોધ જોવા મળ્યો છે. ગોમતીપુર વિસ્તારના સ્થાનિકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે અને વિસ્તારમાં બેનરો લગાવીને ઉમેદવારોને પ્રવેશ ન કરવા જણાવ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે તેઓ નિયમિત સફાઈ વેરો ચૂકવે છે છતાં પણ વિસ્તારમાં સફાઈ થતી નથી અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેને લઈને ભારે અસંતોષ વ્યક્ત થયો છે.


આ પણ વાંચો:વડોદરામાં પોસ્ટર વોરથી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો, ગોત્રી-ભાયલી વિસ્તારમાં વિરોધનાં પોસ્ટર

આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુરમાં ફોર્મ પરત ખેંચાતા હાઇવોલ્ટેજ ડ્રામા

આ પણ વાંચો: રાજકોટમાં મનપા ચૂંટણી વખતે ભાજપમાં જ બબાલ