અમદાવાદમાં આજે અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને કોરોનાએ આંટો ફર્યો હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. જી હા અમદાવાદ કલેક્ટર ઓફિસનાં અધિકારીઓ સહિત 11 કર્મચારીનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સાથે સાથે અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની સાથે કામ કરતા તમામ સહ કમર્ચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. PI સાથે કામ કરતા અને સંપર્કમાં આવેલા તમામ પોલીસ કર્મીની મેડિકલ તપાસણી બાદ તમામને સેલ્ફ ક્વોરેન્ટાઇન કરવામાં આવનાર હોવની જાણકારી સામે આવી રહી છે. કોરોના પોઝિટિવ આવનાર પોલીસ ઈન્સ્પેક્ટરને હાલ સારવાર નીચે ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
