સંસદ પાસે આવેલ કોન્સ્ટિટ્યૂશન ક્લબ બહાર જેએનયુ પૂર્વ નેતા ઉમર ખાલિદ પર હુમલો થયો હોવાની ખબર છે. ખાલિદના સહયોગીઓના જણાવ્યા મુજબ હુમલાખોરે ખાલિદને નિશાન બનાવીને ગોળી ચલાવી હતી. પરંતુ તે માંડ-માંડ બચી ગયા હતા. જોકે, પોલીસનું કહેવાનું છે કે હુમલાખોર ખાલિદ પર ગોળી ચલાવવામાં સફળ થયો નહતો. અને પિસ્તોલ ત્યાંજ છોડીને નાસી ગયો હતો.
There was an event, Umar Khalid accompanied us. We were at a tea stall when a man in white shirt came,pushed&opened fire at him. Khalid lost his balance,fell down&bullet missed him. We tried to catch the man. He fired aerial shots,pistol slipped off his hands,he fled: Eyewitness pic.twitter.com/oqRcfgRPcY
— ANI (@ANI) August 13, 2018
કોન્સ્ટિટ્યૂશન ક્લબમાં ખૌફ સે આઝાદી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે ઉમર ખાલિદ પણ પહોંચ્યા હતા. એક સાક્ષીના જણાવ્યા મુજબ કોન્સ્ટિટ્યૂશન ક્લબ બહાર ઉમર ચા પી રહ્યા હતા. એટલામાં જ સફેદ શર્ટ પહેરેલો એક શખ્સ આવ્યો અને ઉમર પર ફાયર કરી દીધું.
A man attacked from behind while Umar Khalid and his associates were having tea at a stall, Khalid fell down. He is safe. We are investigating further: Ajay Chaudhary,Joint CP #Delhi pic.twitter.com/qFtIiDFR7d
— ANI (@ANI) August 13, 2018
સાક્ષીએ જણાવ્યું કે ખાલિદ ખુદને સંતુલિત ના કરી શકતા, નીચે પડી ગયા અને એમને ગોળી વાગી નહતી. એમણે જણાવ્યું કે લોકોએ હુમલાખોર ને પકડવાની કોશિશ કરી પરંતુ તે ફરાર થઇ ગયો. આ કાર્યક્રમમાં એડવોકેટ પ્રશાંત ભૂષણ, આરજેડી રાજ્યસભા સાંસદ મનોજ જા, પ્રોફેસર અપૂર્વાનંદ, વરિષ્ઠ પત્રકાર અમિત સેન ગુપ્તા, પૂર્વ સાંસદ અલી અનવર સહીત અન્ય લોકો સમેલ હતા.
#WATCH Delhi Police DCP Madhur Verma says 'It is being verified. Umar Khalid said that he was attacked. Somebody pounced on him and pushed, thereafter he tried to fire at Khalid.But couldn't. According to Khalid the attacker fired in the air and was chased by people' pic.twitter.com/vhQrknlokB
— ANI (@ANI) August 13, 2018
આ મામલે દિલ્હી પોલીસના ડીએસપી મધુર વર્માએ કહ્યું કે એમણે (ઉમર ખાલિદ) કહ્યું કે એમના પર હુમલો થયો છે. કોઈ એમની તરફ ભાગ્યુ અને ધક્કો દીધો. ત્યાર બાદ તેણે ખાલિદ પર ફાયર કરવાની કોશિશ કરી પરંતુ તે એવું ના કરી શક્યો.ખાલિદ મુજબ હુમલાખોરે હવામા ફાયરિંગ કર્યું, બાદમાં લોકોએ એનો પીછો કર્યો હતો.
