Not Set/ ….અને જ્યારે બે વર્ષના સ્વીટુની બોલતી બંધ થઈ ગઈ…!

એક સ્ત્રીની સંવેદનશીલતાની વાત થાય ત્યારે મોટાભાગે પુરુષોના મગજમાં એક ઋજુ તેમજ ઢીલી લાગણીશીલ વ્યક્તિનું ખડું

Health & Fitness Lifestyle
1

મમ્મી સ્વાતિની સમય સૂચકતા અને કાબિલ-એ-તારીફ જાગૃતિ સામે આવ્યા.

એક સ્ત્રીની સંવેદનશીલતાની વાત થાય ત્યારે મોટાભાગે પુરુષોના મગજમાં એક ઋજુ તેમજ ઢીલી લાગણીશીલ વ્યક્તિનું ચિત્ર ખડું થઈ જાય, કે જેને હંમેશા મુશ્કેલીમાં રોકકળ કરી મૂકી અને કોઈ રસ્તો સૂઝે નહીં. પરંતુ એવું નથી ઘણી વખત આના કરતાં ઊલટું ચિત્ર જોવા મળે છે, કે જ્યારે પરિવાર પર નાની અમથી મુશ્કેલી વખતે પુરુષ ઢીલો પડતો હોય ત્યારે સ્ત્રી જાણે તેની આંતરસૂઝથી બધા જ પ્રશ્નો હલ કરી શકે છે. એમાંય જ્યારે પોતાના વહાલસોયાની ઉપર આંચ પણ આવે તો માતા બનેલી સ્ત્રી ખુબ જ આસાનીથી તે મુશ્કેલી પાર કરવાનો રસ્તો શોધી લેતી હોય છે. તેનું જીવંત ઉદાહરણ એટલે સ્વાતિ…આ વાંચ્યા બાદ તમારી જાતને પૂછી લેજો કે શું તમે પણ આ રીતે જ વર્તો છો કે નહીં ? અને શું તમે પણ એક જાગૃત માતા કે પિતા છો ?

ચૂંટણી પ્રચાર / ચૂંટણી આવી ચક્કરો વધ્યા : ભૂપેન્દ્ર યાદવ, મનીષ સિસોદિયા, અસદુદ્દીન ઓવૈસી આવશે ગુજરાત

 

1

સ્વાતિ એ સ્નેહાની કોલેજકાળની મિત્ર હતી. પરંતુ સ્વાતિના લગ્ન ત્યારે જ સર્જન સાથે થઈ ચૂક્યા હતા,જ્યારે તેઓ સહપાઠી હતી. બંને સહપાઠી હતા ત્યારે સ્વાતિ તેના પતિ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. અભ્યાસ બાદ બંને બહેનપણીઓ છૂટી પડી ગઈ હતી. બંને પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ હતી. સ્વાતિ અને સર્જન બે માંથી ત્રણ થઈ ગયા હતા. તેમના ઘરે એક સ્વીટુ નામનો રાજકુમાર આવી ગયો હતો. એક સાંજે અચાનક જ સ્વાતિનો સ્નેહાના મોબાઈલ પર ફોન આવે છે તેના અવાજ પરથી લાગી રહ્યું હતું કે કંઈક અગત્યનું કામ હશે. સ્વાતિએ ટૂંકમાં જ ઔપચારિક વાતચીત બાદ પોતાની સમસ્યા મિત્ર સ્નેહા ને જણાવી. આ એક જાગૃત માં બોલી રહી હતી. તેની પાસે માત્ર સમસ્યાઓ જ નહીં પરંતુ સમાધાન પણ હતું, બસ તેને માત્ર સમાધાનને પાર પાડવા માટે એક નાની અમથી મદદ જોઈતી હતી.

Image result for image of stressed kid

Political / TMC ને ઉખાડવા બંગાળમાં આજે BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા ની પરિવર્તન યાત્રા

સ્વાતિએ માંડીને વાત કરી કે તેનો બે વર્ષનો ટાબરિયો સ્વીટુ ખૂબ હોશિયાર અને રમતિયાળ હતો. પરંતુ તેને પ્લેહાઉસમાં મૂક્યાના એક માસ બાદ તે બાળક છેલ્લા ૧૫ દિવસ થી એક પણ શબ્દ બોલ્યો ન હતો. સ્વીટુ કોઈ કારણસર પ્લેહાઉસ ગયા બાદ બોલતો બંધ કેમ થયો? તેની તપાસ કરતા બહાર આવ્યું કે પ્લેહાઉસની તેની દીદી ઉર્ફ ટીચર એ તેને કોઈ કારણસર ડર બતાવ્યો હતો. અને કદાચ માર પણ માર્યો હતો. પરંતુ કોઈ સાક્ષી હોય તો નક્કર પગલા શિક્ષક વિરૂદ્ધ લઈ શકાય તેમ હતું. પરંતુ સ્વાતિને તેમાં કોઈ જ રસ નહોતો. તેણે પોતાનનો સ્વીટુ એ પહેલાં જેવો થાય તે માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અને તેણે જુના પ્લેહાઉસમાંથી સ્વીટુને ઉઠાડી લીધો હતો.

Image result for image of stressed kids in play house

 

PM Modi / કૃષિમંત્રીની આ સ્પીચ જરૂર સાંભળો, PM મોદીએ કરી અપીલ

સૌપ્રથમ સ્વાતિએ બાળમનોવૈજ્ઞાનિકનો સંપર્ક સાધી તેમને સચ્ચાઈ જણાવી અને ઉકેલ રૂપે બાળકને કોઈક તેના રસની પ્રવૃત્તિમાં જોડવાનું સમાધાન મેળવ્યું. સ્વીટુ ને મ્યુઝિક ખૂબ જ પસંદ હતું. જેમાં અલગ-અલગ ઘણાં જ ઇન્સ્ટ્રુમેન્ટ વપરાતા હોય છે તેમાંથી સ્વીટુ ને તબલા ગમતા હતા તેમજ સ્વીટુને ગાવાનો શોખ હોય તેવું સ્વાતિ પૂર્વાનુમાન કરી ચૂકી હતી. સ્વાતિએ એક નામાંકિત મ્યુઝિક ડિરેક્ટર કે જે બોલિવૂડમાં કામ કરી ચૂક્યા હતા, તેમના સ્થાનિક સ્ટુડન્ટનો સંપર્ક સાધ્યો હતો. પરંતુ ત્યાં પણ તે સ્વીટુને ત્રણ વર્ષનો થાય ત્યાં સુધી એકલો મૂકવા માંગતી ન હતી. માટે તેણીએ નામાંકિત મ્યુઝિક ડિરેક્ટરના સ્ટુડન્ટ કે જેની પોતાની અહીં ફ્રેન્ચાઇઝી એકેડમી ચાલતી હતી, તેમને સાંજે એક કલાક પોતાના ઘરે મ્યુઝિક તેમજ સિંગિંગ શીખવવા માટે કન્વીન્સ કરી લીધા હતા. તો પછી તેણે સ્નેહાને શા માટે સંપર્ક કર્યો હશે ? તેવું સ્નેહાને લાગી રહ્યું હતું. તેમણે આ ભાઈને તૈયાર તો કરી લીધા પરંતુ તેમનો મહિનાનો એક કલાક નો ચાર્જ આપવા માટે બીજા ચાર બાળકોને સ્વીટુની સાથે શીખવવા માટે તૈયાર કરવા પડે તેમ હતા. તેમાંથી બીજા બે બાળકોના વાલીઓનો સ્વાતિએ સંપર્ક કરી તેને આ બાબત માટે મનાવી લીધા હતા. પરંતુ હજુ બે બાળકો ઘટતા હતા. આ માટે સ્વાતિનો સ્નેહા પર ફોન આવ્યો હતો કે કોઈ નાના બાળક હોય તો તેને પોતાને ઘરે આ રીતે મ્યુઝિક શીખવા માટે મોકલી શકે છે.

Image result for image of stressed kids in singing

 

 

Election / રાજકોટ શહેર માટે કોંગ્રેસની વધુ એક 39 ઉમેદવારોની યાદી જાહેર,11ની જાહેરાત બાકી

સ્નેહાએ સ્વાતિને કહ્યું બસ આટલું જ, ચાલ બે બાળકો તને આપ્યા. મારી બે બહેનો આ જ શહેરમાં રહે છે અને તેમના બંનેના બાળકોને હું તૈયાર કરી દઈશ બોલ બીજું કંઈ ? સ્વાતિના અવાજમાં ખુશી છલકાતી હતી ‘ગ્રેઈટ ગ્રેઈટ યાર….. થેંક્યુ વેરી મચ…. યુ આર ટુ ગુડ’, અને સ્વાતિનો ફોન મુકાઈ ગયા પછી સ્નેહાને વિચાર આવ્યો કે શું દરેક સ્ત્રી સ્વાતિ જેવી જ જાગૃત માતા બની શકે ખરા ? સ્વાતિ સાથેના વાર્તાલાપને યાદ કરીને તે સ્વાતિને અહોભાવની દ્રષ્ટિએ યાદ કરી રહી હતી, તેમજ તેને આ બાબત અન્ય મિત્રો સાથે પણ શેર કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…