Not Set/ ધરણા પર બેઠેલા પ્રિયંકાએ રોષ ઠાલવતા કહ્યું : દેશ ગુંડાઓની જાગીર નથી

નવી દિલ્હીની જામિયા મિલ્લીયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા બાદ રાજકારણ ગરમાયું છે. જ્યારે ભાજપ વિરોધ પક્ષો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષો પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઇન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા […]

Top Stories India
aa 16 ધરણા પર બેઠેલા પ્રિયંકાએ રોષ ઠાલવતા કહ્યું : દેશ ગુંડાઓની જાગીર નથી

નવી દિલ્હીની જામિયા મિલ્લીયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા બાદ રાજકારણ ગરમાયું છે. જ્યારે ભાજપ વિરોધ પક્ષો પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષો પોલીસ કાર્યવાહીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ જ ક્રમમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા ઇન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા અને કોંગ્રેસના અન્ય નેતાઓએ પોલીસ કાર્યવાહી સામે જામિયા મિલ્લીયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન, પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે કેસી વેણુગોપાલ, એકે એન્ટની, પીએલ પુનિયા, અહેમદ પટેલ અને કોંગ્રેસના અન્ય નેતાઓ પ્રતીકાત્મક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

https://twitter.com/ANI/status/1206529405113253889

કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી જામિયા હિંસા અને મહિલાઓની સુરક્ષા મુદ્દે ઈન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા છે. જામિયામાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન, મહિલા વિદ્યાર્થીઓ પર કથિત હિંસા કરવામાં આવી હતી. યુવતીઓએ આરોપ લગાવ્યો છે કે દિલ્હી પોલીસે તેમના ઉપર હુમલો કર્યો છે. આ સાથે કેમ્પસમાં ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પ્રિયંકા ગાંધીની સાથે તેમના સમર્થકો પણ ધરણા પર બેઠા છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આજે દેશમાં વાતાવરણ ખરાબ છે.વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દેશ ગુંડાઓની જાગીર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.