Not Set/ નાબાલિક પથ્થરબાજો સામેના કેસ પાછા લેવામાં આવશે: ગૃહમંત્રી

ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસના કાશ્મીર પ્રાવાસે ગયા છે. તેમણે કાશ્મીરના ભવિષ્ય પર વાત-ચીત કરતા કહ્યું કે બાળકોના ઉમંગ અને  ઉત્સાહ જોયા બાદ હું એવું કહી શકું છું કે જમ્મુ-કાશ્મીરના યુવાનો ફક્ત ઘાટી જ નહિ, પરંતુ હિન્દુસ્તાનના નસીબ બદલી શકે છે. સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ જમ્મુ-કાશ્મીર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું. એમણે સ્પોર્ટ્સના જવાનોને કહ્યું કે […]

Top Stories India
608279 rajnath singh in jammu and kashmir નાબાલિક પથ્થરબાજો સામેના કેસ પાછા લેવામાં આવશે: ગૃહમંત્રી

ગૃહમંત્રી રાજનાથ સિંહ બે દિવસના કાશ્મીર પ્રાવાસે ગયા છે. તેમણે કાશ્મીરના ભવિષ્ય પર વાત-ચીત કરતા કહ્યું કે બાળકોના ઉમંગ અને  ઉત્સાહ જોયા બાદ હું એવું કહી શકું છું કે જમ્મુ-કાશ્મીરના યુવાનો ફક્ત ઘાટી જ નહિ, પરંતુ હિન્દુસ્તાનના નસીબ બદલી શકે છે. સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ જમ્મુ-કાશ્મીર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું.

Rajnath Singh Home Minister નાબાલિક પથ્થરબાજો સામેના કેસ પાછા લેવામાં આવશે: ગૃહમંત્રી

એમણે સ્પોર્ટ્સના જવાનોને કહ્યું કે તમારા પર ફક્ત જમ્મુ-કાશ્મીર ને જ ગર્વ નથી, પરંતુ પુરા દેશ ને ગર્વ છે. એમણે આશ્વાસન આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી જમ્મુ-કાશ્મીર ની તસ્વીર અને તકદીર બદલીને રહીશું. ઘાટીમાં પથ્થરબાજીની ઘટનાઓ પર બોલતા રાજનાથ સિંહે જણાવ્યું કે જ્યાં સુધી બાળકોનો પ્રશ્ન છે, બાળકોને કોઈ પણ ગુમરાહ કરી શકે છે. જે પણ બાળકો પથ્થરબાજીમાં ગુમરાહ થયા છે, એમના ઉપરના કેસ પાછા લેવામાં આવશે.

939fc2e8 95f2 11e7 afc5 62fc49bb3ae4 નાબાલિક પથ્થરબાજો સામેના કેસ પાછા લેવામાં આવશે: ગૃહમંત્રી

એમણે કહ્યું કે અમે અને અમારી સરકાર ઈચ્છે છે કે યુવાઓને રોજગાર મળે, આ માટે સરકાર કેટલીક યોજનાઓ પણ ચલાવી રહી છે. એમને કહ્યુકે કાશ્મીરી યુવાનો ભારતને બદલી શકે છે. સાથે જ એમને કહ્યું હતું કે નાબાલિક પથ્થરબાજો સામેથી કેસ પાછા લઇ લેવામાં આવશે.

રાજનાથ સિંહે કાશ્મીરી યુવાનોને અપીલ કરતા કહ્યું કે તાબાહી અને પ્રગતિ આ બંને માંથી જો એક સાઈડ પસંદ કરવાની હોઈ તો ક્યારે પણ તબાહીની સાઈડ ના લેવી જોઈએ. હમેશા પ્રગતિની સાઈડ લેવી જોઈએ. કારણ કે પ્રગતીમાંજ આપનું ભવિષ્ય નિર્ભર છે, અને દેશની પ્રગતિ નિર્ભર છે. હવે મને વિશ્વાસ થઇ ગયો છે કે અહી નવો સુરજ ઉગતા કોઈ નહિ રોકી શકે.