Not Set/ વિજય માલ્યા તૈયાર છે દેશના રૂપિયા પાછા આપવા, કહ્યું મહેરબાની કરીને સ્વીકારી લો

દેશના કરોડો રૂપિયા લઈને ભાગી જનાર વિજય માલ્યાએ હાલમાં જ ટ્વીટ કર્યા છે જેને લઈને સૌ કોઈનું ધ્યાન આકર્ષાયું છે. આલ્કોહોલનો કારોબાર અને ભારતની બેંક પાસેથી કરોડોની લોન લઈને ભાગી જનાર વિજય માલ્યા લોન ચુકવવા માટે તૈયાર છે. બુધવારે સવારે તેણે પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કર્યું છે.બેંકને તે લોન ચૂકવી શકે છે પરંતુ વ્યાજ નહી આપે. […]

Top Stories India Trending
mallya 105244 730x419 m વિજય માલ્યા તૈયાર છે દેશના રૂપિયા પાછા આપવા, કહ્યું મહેરબાની કરીને સ્વીકારી લો

દેશના કરોડો રૂપિયા લઈને ભાગી જનાર વિજય માલ્યાએ હાલમાં જ ટ્વીટ કર્યા છે જેને લઈને સૌ કોઈનું ધ્યાન આકર્ષાયું છે.

આલ્કોહોલનો કારોબાર અને ભારતની બેંક પાસેથી કરોડોની લોન લઈને ભાગી જનાર વિજય માલ્યા લોન ચુકવવા માટે તૈયાર છે. બુધવારે સવારે તેણે પોતાના એકાઉન્ટમાં ટ્વીટ કર્યું છે.બેંકને તે લોન ચૂકવી શકે છે પરંતુ વ્યાજ નહી આપે.

બેન્કને ૧૦૦ ટકા નાણું પાછા આપવાનો પ્રસ્તાવ કર્યો છે. તમને જણાવી દઈએ કે માલ્યા પર  આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાનું લેણું છે.

તેણે લખ્યું છે કે છેલ્લા ત્રણ દશકાથી સૌથી મોટું ગ્રુપ કિંગફિશરે ભારતમાં સારો કારોબાર કર્યો છે. અને આ દરમ્યાન કેટલાક રાજ્યોએ મદદ પણ કરી છે. કિંગફિશર એરલાયન્સનો અંત ઘણો દુઃખદ રહ્યો તેમ છતાં હું બેંકના રૂપિયા પાછા આપવા માટે તૈયાર છુ. મહેરબાની કરીને મારી ઓફરનો સ્વીકાર કરી લો.

બીજા ટ્વીટમાં તેણે લખ્યું છે કે રાજનેતા અને મીડિયા વારંવાર તેને બેન્કના પૈસા લઈને ભાગી જનાર કહે છે. પરંતુ આ ખોટું છે. તેઓએ હંમેશા મારી  સાથે પક્ષપાત કર્યો છે. મેં કર્ણાટકની હાઈકોર્ટમાં મારો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તેમણે કોઈ પ્રતિ ક્રિયા આપી નહતી તે ઘણી દુઃખદ વાત છે.