IND vs SA/ ઇજાના કારણે કેએલ રાહુલ સિરીઝમાંથી બહાર, આ પ્લેયર સંભાળશે કમાન

આ સિરીઝને T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂન, ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLમાં સતત…

Top Stories Sports
KL Rahul Injury

KL Rahul Injury: કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે જેને પાંચ મેચોની સિરીઝ માટે કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, તે સાઇડ-સ્ટ્રેઇનનો ભોગ બન્યો હતો. આ કારણે તે 9-19 જૂનની મેચો માટે અનફિટ થઈ ગયો છે. આ શ્રેણી માટે વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરાયેલા ઋષભ પંતને હવે કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવશે. જો કે આ અંગે હજુ ઔપચારિક નિર્ણય લેવાયો નથી.

આ સિરીઝને T20 વર્લ્ડ કપની તૈયારી તરીકે જોવામાં આવી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂન, ગુરુવારથી દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. IPLમાં સતત રમવાના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રાહુલની ઈજા ચોક્કસપણે ટીમ માટે ચિંતાનો વિષય છે.

ભારત પાસે દિલ્હીમાં સતત 13 T20I જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તક છે. ભારતે સતત 12 મેચ જીતી છે. જો કે ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના આ રેકોર્ડને વધારે મહત્વ નથી આપી રહ્યા. તેની નજર T20 વર્લ્ડ કપ પર છે અને આવી સ્થિતિમાં તે નવા અને અનુભવી ખેલાડીઓને ટેસ્ટ કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો: National Herald case/ રાહુલ ગાંધી 13 જૂને ED સમક્ષ હાજર થશે, કોંગ્રેસે આ ખાસ પ્લાન બનાવ્યો

આ પણ વાંચો: રાજસ્થાન/ પેટ્રોલ પંપ લગાવવાના નિયમો બદલાયા, હવે આ સ્થળોએ પંપ નહીં લગાવી શકાશે

આ પણ વાંચો: Indian Railway/ રેલવે ટૂંક સમયમાં મુસાફરોને આપશે મોટી ભેટ, આવતા વર્ષથી આ રૂટ પર દોડશે 75 વંદે ભારત ટ્રેન