ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી ખરા અર્થમાં અનુષ્કાની પ્રથમ ફિલ્મ “રબને બનાદી જોડી” જેવી છે. આ જોડીનાં જ્યારે લગ્ન થવાના હતા ત્યારે તેઓને ચાહકોએ “વિરુષ્કા” નામ આપ્યું હતું, ત્યારથી તેઓ તે નામથી ઓળખાતા થયા હતા.આ ફેવરીટ જોડી વિશે જાણવા માટે તેમના ચાહકો હંમેશા આતુર હોય છે, ત્યારે અમે આપની સમક્ષ એવી કેટલીક અંગત બાબતો લાવ્યા છીએ, જે સાંભળીને તમને ખરેખર અચરજ થશે. એક તો વિરાટ મેદાન પર જેવી ધૂંઆધાર બેટિંગ કરે છે મેદાન પર, ઘરમાં તે શાંત વ્યક્તિત્વ ધરાવે છે તેવું જાણવા મળ્યું છે જ્યારે તેમના ઘરે જમવાનું નકર નહીં પરંતુ તેની પત્ની અનુષ્કા જ પીરસે છે.આ વાતના સાક્ષી ઘણા ક્રિકેટર પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં જ ભારતીય ટીમના પૂર્વ સિલેકટર્સ સરનદીપ સિંહે વિરાટના વ્યવહાર પર પોતાનો અનુભવ શેર કર્યો છે.
Raid / કોંગ્રેસના માલામાલ MLAના ઠેકાણા પર આવકવેરાની રેડ, MP અને મહારાષ્ટ્રમાં જંગી કાળું નાણું ઝડપાયું
સ્પોર્ટ્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં સરનદીપ સિંહે જણાવ્યું કે વિરાટ ખૂબ જ શાંત સ્વભાવના છે. તે ટીમ સિલેક્શનની મીટિંગમાં પણ બીજાને સાંભળવાનું પસંદ કરે છે અને અંતે પોતાની વાત રજૂ કરે છે.સરનદીપે ફેસબુક પેજ પર કહ્યું કે જ્યારે વિરાટ કોહલી ટીમ મીટિંગમાં હાજર રહેતા હતા ત્યારે ચર્ચા સવા કલાક સુધી ચાલતી હતી. વિરાટ એક સારા શ્રોતા છે. મને ખ્યાલ નથી કે લોકો તેમના વિશે કેવી વાતો કરે છે.
Supreme Court / બેંકોના લોકર મુદ્દે શું કહ્યું સુપ્રીમ કોર્ટે વાંચો સમગ્ર અહેવાલ
જો તમે તેમને મેચ દરમિયાન જોવો છો તો તેઓ હમેશા જોશમાં જ દેખાય છે અને એવું લાગે છે કે તે હમેશા ગુસ્સામાં રહે છે અને કોઈને સાંભળતા નથી. જોકે એવું નથી, તેઓ ખૂબ જ વિનમ્ર છે. તેઓ જેવા મેદાન પર દેખાય છે અને વ્યવહાર કરે છે, તેવા ખાનગી જીવનમાં બિલકુલ નથી. સિલેક્શન મીટિંગમાં તેઓ ખૂબ જ વિનમ્ર રહેતા હતા. તેઓ બધાને ધ્યાનથી સાંભળતા હતા અને પછીથી કોઈ નિર્ણય પર આવતા હતા.પૂર્વ સિલેક્ટર્સે વિરાટ અને અનુષ્કાના ઘરની પણ વાત શેર કરી. તેમણે કહ્યું કે તેમના ઘરે કોઈ નોકર નથી. તે અને તેમની પત્ની બધાને ખાવાનું પીરસે છે. તમારે બીજુ શું જોઈએ ? વિરાટ હમેશા તમારી સાથે બેસે છે, તમારી સાથે બહાર ડિનર કરવા જાય છે. બાકી તમામ ખેલાડીઓના મનમાં તેમના માટે ખૂબ સમ્માન છે. તેઓ ડાઉન ટુ અર્થ અને મજબૂત ઈચ્છા શક્તિ વાળા માણસ છે.
Political / રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, આ કારણથી એકસાથે 19 આગેવાનો સસ્પેન્ડ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…