Supreme Court/ બેંકોના લોકર મુદ્દે શું કહ્યું સુપ્રીમ કોર્ટે વાંચો સમગ્ર અહેવાલ

બેંકો જ્યારે બેંક લોકર્સનું સંચાલન કરી રહી હોય ત્યારે ગ્રાહકો પર તે એકતરફી અને ગેરવાજબી નિયમો લાદી શકે નહીં તેમ સુપ્રિમ કોર્ટે સંબંધિત કાયદા અને નિયમોનું પાલન કર્યાં વગર લોકર્સ ખોલવા સામે બેંકોને સાવચેત કરવા સાથે એક વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને લોકરને લગતી માર્ગદર્શિકા તૈયાર […]

Top Stories
સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા અનામત નહીં મળે, સુપ્રીમ કોર્ટે મૂક્યો પ્રતિબંધ

બેંકો જ્યારે બેંક લોકર્સનું સંચાલન કરી રહી હોય ત્યારે ગ્રાહકો પર તે એકતરફી અને ગેરવાજબી નિયમો લાદી શકે નહીં તેમ સુપ્રિમ કોર્ટે સંબંધિત કાયદા અને નિયમોનું પાલન કર્યાં વગર લોકર્સ ખોલવા સામે બેંકોને સાવચેત કરવા સાથે એક વિસ્તૃત માર્ગદર્શિકા રજૂ કરી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને લોકરને લગતી માર્ગદર્શિકા તૈયાર કરવા પણ આદેશ આપ્યો છે. આ સાથે મધ્યસ્થ બેંકે 6 મહિનામાં ગાઈડલાઈન રજૂ કરવાની રહેશે.

નાગરિકોને લગતા કાયદામાં જૂબાનીના આધારે લોકરના પરિપ્રેક્ષમાં લાદવામાં આવેલ જવાબદારીના સંદર્ભમાં કોર્ટે આ સ્પષ્ટતા કરી છે.અલબત આ સંદર્ભમાં ગ્રાહક સુરક્ષાને લગતો કાયદો પણ લાગૂ પડી શકે છે. નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ રેડ્રેસલ કમિશન (NCDRC)ના વર્ષ 2008ના ચુકાદા સામે આ ચુકાદો આવ્યો છે. ન્યાયમૂર્તિ મોહન એમ શાંતનાગૌડર અને ન્યાયમૂર્તિ વિનીત સરનની બનેલી ખંડપીઠે લોકર ફેસિલિટી/સેફ ડિપોઝીટ ફેસિલિટી મેનેજમેન્ટના સંદર્ભમાં બેન્કો દ્વારા ભરવામાં આવનારા ફરજીયાત પગલાં અંગેના સર્વગ્રાહી માર્ગદર્શિકા નક્કી કરવામાં આવે. બેંકો પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને કોલરના સંચાલન માટે તેમના ગ્રાહકો પર તમામ જવાબદારી થોપી શકે નહીં.

ગ્રાહક ચોક્કસ ઉદ્દેશ સાથે લોકરની સુવિધા ભાડે લે છે, જેથી તેઓને એ વાતની ખાતરી મળી શકે કે તેમની અસ્કયામતોની યોગ્ય કાળજી લેવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ વર્ષ 2007માં બેંક લોકર્સની સુરક્ષાના સંદર્ભમાં પૂરતી કાળજી લેવા અંગે સ્પષ્ટ દિશા-સૂચન આપ્યા હતા તેમ જ લોકર્સની ફાળવણી તથા તે ખોલવા અંગે લોકરધારકને લગતી કેટલીક પારદર્શિતાને ફરજીયાત બનાવી હતી.

જોકે, ફરજને પૂર્ણ કરવા માટે ચોક્કસ પ્રક્રિયાને ફોર્મ્યુલેટ કરવા માટે વ્યક્તિગત રીતે બેંકોના દિશા સૂચનને બેન્કિંગ નિયમકર્તાએ ઉઠાવી લીધા છે.લોકર ફેસિલિટીની ફાળવણી કરતી વખતે અને સંચાલન કરતી વખતે બેંકો દ્વારા યોગ્ય પ્રક્રિયાની સુવિધા સુનિશ્ચિત કરવા કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરવી જરૂરી છે.

આરબીઆઈ દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં ન આવે ત્યાં સુધી લોકર અથવા સેફ ડિપોઝીટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવતી બેંકોએ સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.