Not Set/ ડો. મનમોહન સિંહે PM મોદી પર બોલ્યો હુમલો, કહ્યું, “હું પ્રેસથી ડરનારો વડાપ્રધાન..

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ અત્યારસુધીના ૪.૫ વર્ષના કાર્યકાળ દરમિયન નરેન્દ્ર મોદીએ એક પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી, ત્યારે હવે આ મામલે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિહે તેઓ પર હુમલો બોલ્યો છે. મનમોહન સિહે કહ્યું હતું કે, “હું દેશનો એ વડાપ્રધાન નથી કે જેઓ પ્રેસમાં વાત કરવાથી ક્યારેય ડર્યો હોય”. પૂર્વ પ્રધાનમંત્રીએ […]

Top Stories India Trending

નવી દિલ્હી,

વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા બાદ અત્યારસુધીના ૪.૫ વર્ષના કાર્યકાળ દરમિયન નરેન્દ્ર મોદીએ એક પણ પત્રકાર પરિષદનું આયોજન કર્યું નથી, ત્યારે હવે આ મામલે પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિહે તેઓ પર હુમલો બોલ્યો છે.

મનમોહન સિહે કહ્યું હતું કે, “હું દેશનો એ વડાપ્રધાન નથી કે જેઓ પ્રેસમાં વાત કરવાથી ક્યારેય ડર્યો હોય”.

national-former-pm-manmohan-singh-press-conference-media-attack on pm narendra-modi-threat

પૂર્વ પ્રધાનમંત્રીએ પોતાની બુક “ચેન્જિંગ ઇન્ડિયા”ના વિમોચન દરમિયાન આ વાત કહી હતી.

તેઓએ વધુમાં કહ્યું કે, હું એવો પ્રધાનમંત્રી નથી કે, જેઓને પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા ડર લાગતો હોય. હું નિયમિતપણે પ્રેસ કોન્ફરન્સ મળતો હતો અને જયારે પણ વિદેશ યાત્રા પર જતો હતો, ત્યારબાદ ત્યાંથી પાછા ફર્યા બાદ એક પત્રકાર પરિષદ બોલાવતો હતો”.

national-former-pm-manmohan-singh-press-conference-media-attack on pm narendra-modi-threat

RBIના પૂર્વ ગવર્નર રહી ચુકેલા મનમોહન સિહે જણાવ્યું, “એ તમામ પ્રેસ કોન્ફરન્સ અંગે આ બુકમાં બતાવવામાં આવ્યું છે. લોકો કહે છે કે, હું એક મૌન પ્રધાનમંત્રી છું, પરંતુ આ બુક જ તેઓને જવાબ આપશે”.