કોરોના મહામારીને લઈને ધંધા રોજગાર ધીમે ધીમે પાટે ચડી રહ્યા છે. જ્યારે કોરોના કારણે સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે, આ ઓનલાઈન શિક્ષણમાં આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીમાં એક 18 વર્ષની યુવતીએ ઓન્લિયન અભ્યાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે.
આ પણ વાંચો :દુકાનના તાળા તોડી રૂપિયા 11 લાખ 60 હજારની સોનું ચોરી
આ મામલે મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લના ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી ક્રિષા અરવિંદભાઈ રાઠોડ (ઉ.વ.18) નવસારીની મહિલા કોલેજમાં એસવાય બીકોમ નો અભ્યાસ કરતી હતી. પણ હાલ લાંબા સમયથી કોરોનાની મહામારીને કારણે કોલેજ બંધ હોવાથી ઘરેથી ઓનલાઇન શિક્ષણ ચાલે છે. ઓનલાઇન શિક્ષણ લેવાનું હોવાથી ક્રિષા ખૂબ કંટાળી જતી હતી અને કોઈ પણ વિચાર કર્યા વગર પોતાના જ ઘરના રસોડામાં સીલીંગ ફેન સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો.
આ પણ વાંચો :ખેડા જિલ્લાના અસરગ્રસ્તોને સત્વરે સહાય ચૂકવાય તે માટે મુખ્ય દંડકની રજૂઆત
તેના પિતા અરવિંદભાઈ ડાયાભાઈ રાઠોડએ અમલસાડ આઉટ પોસ્ટ પોલીસને બનાવની જાણ કરતા રામુભાઈ રામચંદ્ર સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જુવાનજોધ પુત્રીના કરૃણ મોતથી પરિવાર સ્તબ્ધ થઈ ગયું હતુ.
આ પણ વાંચો :હોસ્પિટલમાં ઓક્સિજન આપવા જતા પોલીસકર્મી ઉપર ઇસમોએ કર્યો હુમલો
પોલીસ પાસેથી મળેલી વિગતો પ્રમાણે ગણદેવી તાલુકાના કોલવા ગામના અંબિકા ફળીયામાં રહેતી 18 વર્ષની ક્રિષા અરવિંદભાઈ રાઠોડ નવસારીની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી હતી. ક્રિષા એસવાય બીકોમમાં ભણતી હતી.