Not Set/ અમેરિકા: ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, વ્હાઈટ હાઉસમાં ઘુસ્ય પાણી

ભારત સહિત અમેરિકામાં પણ ચોમાસું જામી ચૂક્યું છે.અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ જોવા મળી. હવામાન વિભાગે પૂરનું એલર્ટ જાહેર કરતા ટ્રેન સેવા પણ રદ્દ કરી છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ ખાબકતા વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયા. શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પર અસર વર્તાઈ છે.જો કે પૂરના કારણે […]

World
wsajd 5 અમેરિકા: ભારે વરસાદથી સર્જાઈ પૂરની સ્થિતિ, વ્હાઈટ હાઉસમાં ઘુસ્ય પાણી

ભારત સહિત અમેરિકામાં પણ ચોમાસું જામી ચૂક્યું છે.અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ જોવા મળી. હવામાન વિભાગે પૂરનું એલર્ટ જાહેર કરતા ટ્રેન સેવા પણ રદ્દ કરી છે. વોશિંગ્ટનમાં એક કલાકમાં 3.3 ઈંચ વરસાદ ખાબકતા વ્હાઈટ હાઉસમાં પણ પાણી ભરાયા.

શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પર અસર વર્તાઈ છે.જો કે પૂરના કારણે હજુ સુધી કોઈ નુક્શાનના સમાચાર સામે આવ્યા નથી.હાલમાં જ સામે આવેલી અમેરિકાની કેટલીક તસવીરો આ વાતને સાબિત કરે છે.અમેરિકાના ઘણા શહેરોમાં હાલ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. સ્થિતિ એવી છે કે વોશિંગ્ટનમાં ઘણી જગ્યા પર પાણી ભરાઈ ગયું છે.

us 3

વરસાદથી લોકોને ઘરથી બહારમાં પરેશની થઇ રહી છે. રસ્તાઓ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે કાર્સ લગભગ ડૂબતી જોવા મળી રહી છે. સામે આવેલા ફોટામાં જોઈ શકાય છે કે લોકો કારથી નિકળીને કારની છત પર ઊભા રહી ગયા છે. કારણ કે તેમની કાર સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગઈ છે.

વોશિંગ્ટનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારની છત ઉપર ઊભેલા લોકોને પાણી ભરેલા રસ્તા પરથી રેસ્ક્યુ કરાયા છે. સ્થાનિગ હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે મોડી સાંજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત મંગળવાપે પણ વાવાઝોડાની આગાહી જાહેર કરવામાં આવી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.