પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે દેશમાં આર્થિક કટોકટી વચ્ચે લગભગ એક તૃતીયાંશ વસ્તીને દર મહિને રૂ. 2,000 આપવાની જાહેરાત કરી છે. આ યોજનાથી દેશના 1.4 કરોડ પરિવારોને ફાયદો થશે, જેઓ મોંઘવારી અને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાની અખબાર ‘ડોન’એ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે.
વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરતા 28 અબજ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ રાહત પેકેજ હેઠળ લગભગ એક તૃતીયાંશ વસ્તી એટલે કે 1.4 કરોડ પરિવારોને દર મહિને બે હજાર રૂપિયા સહાય તરીકે આપવામાં આવશે.
પોતાના સંબોધનમાં એક દિવસ પહેલા પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાને યોગ્ય ઠેરવતા તેમણે કહ્યું કે, આ વધારો દેશને આર્થિક નાદારીમાંથી બચાવવા માટે કરવામાં આવ્યો છે. આ જાહેરાતના એક દિવસ પહેલા પાકિસ્તાનમાં પેટ્રોલ, ડીઝલ અને કેરોસીન પરની સબસિડી દૂર કરવામાં આવી હતી અને ઈંધણના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
હકીકતમાં, પાકિસ્તાનને લોન આપતા પહેલા, IMFએ એક શરત મૂકી હતી કે તેણે દેશમાં ઇંધણની કિંમતો વધારવી પડશે. આ શરત બાદ પાકિસ્તાને દેશમાં એક વખત પેટ્રોલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો: UAEમાં મંકીપોક્સનો ભય વધ્યો, વધુ ત્રણ કેસ નોંધાયા
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં અથડામણ, એક આતંકવાદી ઠાર