Not Set/ જે શહેરમાં સુંદર મહિલાઓ હશે, ત્યાં દુષ્કર્મ થશે – રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં  રહે છે. એમણે ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદ જગાવનારું નિવેદન આપ્યું છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈને એમણે મહિલાઓની ખુબસુરતીને જવાબદાર ઠેરવી છે. રોડ્રિગો દુતેર્તે અનુસાર એમના શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ એટલે વધી રહી છે, કારણ કે અહીં સુંદર મહિલાઓની સંખ્યા વધારે છે. એમણે કહ્યું કે શહેરમાં જ્યાં […]

Top Stories World
rape image જે શહેરમાં સુંદર મહિલાઓ હશે, ત્યાં દુષ્કર્મ થશે - રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં  રહે છે. એમણે ફરી એકવાર મહિલાઓને લઈને વિવાદ જગાવનારું નિવેદન આપ્યું છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને લઈને એમણે મહિલાઓની ખુબસુરતીને જવાબદાર ઠેરવી છે.

રોડ્રિગો દુતેર્તે અનુસાર એમના શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ એટલે વધી રહી છે, કારણ કે અહીં સુંદર મહિલાઓની સંખ્યા વધારે છે. એમણે કહ્યું કે શહેરમાં જ્યાં સુધી સુંદર મહિલાઓ હશે, ત્યાં સુધી દુષ્કર્મની ઘટનાઓ થતી રહેશે.

duterte 759 e1535787474473 જે શહેરમાં સુંદર મહિલાઓ હશે, ત્યાં દુષ્કર્મ થશે - રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન

ફિલિપાઇન્સના મહિલા સંગઠનોએ રાષ્ટ્રપતિના આવા નિવેદનની આકરી ટીકા કરી છે. મહિલા સંગઠનોનું કહેવાનું છે કે અમે આવા ખરાબ નિવેદનો નહિ સ્વીકારીએ, દેશના રાષ્ટ્રપતિએ આવા નિવેદન ના આપવા જોઈએ. આવા નિવેદનોથી રેપને વધારે પ્રોત્સાહન મળશે.

રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે મહિલાઓને લઈને હંમેશા વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. સાઉથ કોરિયામાં, આ વર્ષે રોડ્રિગો દુતેર્તે એ ફિલિપાઇન્સની એક મહિલાને મંચ પર કિસ કરી લીધી હતી.

15a26d24 a442 11e7 84b5 dfc1701cb40c 1280x720 195516 e1535787512147 જે શહેરમાં સુંદર મહિલાઓ હશે, ત્યાં દુષ્કર્મ થશે - રાષ્ટ્રપતિનું વિવાદાસ્પદ નિવેદન

આ પહેલા રોડ્રિગો દુતેર્તે કહી ચુક્યા છે કે હું મુસ્લિમ આતંકવાદીઓ કરતા 50 ગણો વધારે ક્રૂર છું. તે જે લોકોના માથા ધડથી અલગ કરે છે, એમના કરતા પણ વધારે. જો મારા સૈનિકોએ આતંકવાદીને પકડી લીધા, તો હું એમને ખાઈ પણ શકું છું.

રોડ્રિગો દુતેર્તે એવું પણ નિવેદન આપ્યું છે કે સૈનિકોને ત્રણ મહિલા સાથે રેપ કરવાની છૂટ છે. તેઓ કોઈ પણ ઘરની તપાસ કરી શકે છે. અને કોઈની પણ ધરપકડ કરી શકે છે. જો માર્શલ લો દરમિયાન આપ ત્રણ મહિલા સાથે રેપ કરી દો, તો આપના માટે હું જેલમાં જઈશ.