Not Set/ અમરેલી: બગસરામાં દિપડાનો આતંક યથાવત, છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વ્યક્તિઓ પર હુમલા

અમરેલી, અમરેલીના બગસરામાં દીપડાનો આતંક યથાવત્ છે, છેલ્લા ત્રણ દિવસથી નવી હલિયાદ ગામમાં દીપડો એક બાદ એક ખેડૂત પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વધુ એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારે જ્યારે ખેડૂત કરશન ભાઈ સુતા હતા. ત્યારે તેમના પર દીપડાએ પગના ભાગે હુમલો કર્યો […]

Gujarat Others Videos
mantavya 186 અમરેલી: બગસરામાં દિપડાનો આતંક યથાવત, છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વ્યક્તિઓ પર હુમલા

અમરેલી,

અમરેલીના બગસરામાં દીપડાનો આતંક યથાવત્ છે, છેલ્લા ત્રણ દિવસથી નવી હલિયાદ ગામમાં દીપડો એક બાદ એક ખેડૂત પર હુમલો કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વધુ એક ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આજે વહેલી સવારે જ્યારે ખેડૂત કરશન ભાઈ સુતા હતા. ત્યારે તેમના પર દીપડાએ પગના ભાગે હુમલો કર્યો હતો. જેના કારણે ખેડૂત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક મચાવી રહ્યો છે. વનવિભાગની ટીમ દીપડાને પકડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે વહેલી તકે દીપડાને પાંજરામાં પુરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.