રાજ્યમાં વરસાદનું વિધિવત આગમન થઈ ગયું છે. રાજ્યના કુલ 125 તાલુકાઓ મેઘરાજાની મહેરથી પાણીથી તરબોળ થઈ ગયા છે. તેના લીધે કેટલીય નદીઓમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં ધોધમાર પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને આઠ તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ભાવનગરના ઘોઘામાં ત્રણ ઈંચ, સાયલા અને ભરૂચમાં બે બે ઈંચ, ધોરાજી અને અમરેલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ભેંસાણ અને બરવાળામાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના પાટણ વેરાવળ, ભાવનગર, માંગરોલમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
વાગરા, વાપી, ગીર ગઢડા, સુત્રાપાડા, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, બોટાદ, ગોંડલ, સિહોર, રાજકોટ અને જૂનાગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. બાબરા, મોડાસા, કપરાડા, પડધરી, કોટડા સાંગાણી, માણાવદરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. કુતિયાણા, મેંદરડા,ઉના, લાઠી, જામનગર, માંગરોળ, મુળી, વંથલી, કુકાવાવ, તળાજા, ઝઘડીયા અને તાલાલામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો.
અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસેલા વરસાદની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં 63.62 ટકા વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 36.27 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં 18.48 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 2.16 ટકા વરસાદ પડયો છે. વાવણીલાયક વરસાદથી ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે તેમ માનવામાં આવે છે. આમ રાજ્યમાં હવે ચોમાસું બેસી ગયું છે.
આ પણ વાંચોઃ Dangal/ બ્રિજભૂષણ સામે કુસ્તીબાજોનું ‘દંગલ’ રસ્તા પર નહીં કોર્ટમાં થશે
આ પણ વાંચોઃ Russia-Airstrike/ સીરિયામાં રશિયાનો ભયાનક હવાઈ હુમલોઃ 13ના મોત
આ પણ વાંચોઃ PM Modi-Biden/ પીએમ નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિની કઈ ટ્વીટનો જવાબ આપ્યો
આ પણ વાંચોઃ Bus Accident/ ઓડિશામાં બે બસ વચ્ચે અથડાતા 12 લોકોના મોત; છ ઘાયલ
આ પણ વાંચોઃ પ્રહાર/ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્વવ ઠાકરે અને શરદ પવાર પર કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું