રાજકોટ/ વિંછિયામાં સ્કૂલ કેમ્પસમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત, ઝાડ પર લટકતો મળ્યો મૃતદેહ

રાજકોટ જિલ્લામાં વિંછિયાની આદર્શ સ્ફલના હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શાળાના સંચાલકો દ્વારા આ અંગ વિદ્યાર્થીઓના વાલીનો જાણ કરતા તેમણે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ત્યા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી.

Rajkot Gujarat
આપઘાત

રાજકોટ જિલ્લામાં વિંછિયાની આદર્શ સ્ફલના હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શાળાના સંચાલકો દ્વારા આ અંગ વિદ્યાર્થીઓના વાલીનો જાણ કરતા તેમણે વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ લઇ જતા ત્યા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી. વિદ્યાર્થીનીના પરિવારે  શાળા સંચાલકો વિદ્યાર્થીનીના આત્મહત્યાના પુરાવા માગ્યા છે.

શાળા સંચાલોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીનીએ હોસ્ટેલના કેમ્પસમાં જ ગળે ફાસો ગાઇને આત્મહત્યા કરી છે. ત્યારે પરિલારે પોલીસે પાસે યોગ્ય તપાસની માગ કરી છે.આ શાળા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે. જેથી પરિવાર માગ કરી રહી છે કે કોઇ પણ રાજકીય દબાણ વગર આ કેસની તપાસ થાય.

રાજકોટ જિલ્લાના વિંછિયાની આદર્શ સ્કૂલની હોસ્ટેલમાં આપઘાત ની ઘટના સામે આવી છે, તાલુકાના જ છાસિયા ગામ અને વિછ્યાની આદર્શ સ્કૂલમાં હોસ્ટેલમાં રહી ને ધોરણમાં 10 માં અભ્યાસ કરતી કાજલ જોગરાજીયા એ હોસ્ટલે ના કમ્પાઉન્ડમાં જ દોરીથી ગળે ફાસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગત સામે આવી હતી, આત્મહત્યાની ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

બનેલ ઘટના મુજબ મૃતક કાજલના પરિવારને સ્કૂલ સંચાલકો દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી કે તાત્કાલિક હોસ્પિટલે આવો જ્યારે પરિવારે હોસ્પિટલે જઈને જોયું તો કાજલ મૃત જોવા મળી હતી, જ્યારે પરિવારે કાજલના મૃત્યુ અંગે પૂછતાં કાજલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વાત કરી હતી જ્યારે પરિવારે આત્મહત્યાં અંગે ના પુરાવા માગતા સ્કૂલ સંચાલકો પાસે પુરાવા હોવા જોઈએ,મારી બહેનને એક પણ પ્રકારની તકલીફ હતી નહિ,મારી બહેન ક્યારે ગળેફાંસો ખાય નહિ,પરિવારે ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી.

 સ્કૂલ સંચાલકોએ મીડિયાને ઘટના સ્થળથી દૂર રાખ્યા હતા અને આ બાબતે કોઈ પણ જાતનું નીવેદન આપ્યું ના હતું, જ્યારે નોંધનીય છે કે આદર્શ સ્કૂલ એ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની છે અને આ ઘટનાને દબાવી દેવા માટે તંત્ર ઉપર રાજકીય દબાણ હોય તે વાત ચોક્કસ છે, સાથે એપણ વાત શક્ય બની શકે કે આ ઘટનાને દબાવવા માટે કુંવરજી બાવળિયા તેની રાજકીય તાકાતનો ઉપયોગ કરી રહ્યા હોય.

આ પણ વાંચો:13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ગાંધીનગરમાં ગરિમાપૂર્ણ ઉજવણી

આ પણ વાંચો:પાલિકાના ઢોર ડબ્બામાં ગૌવંશના મોતને લઈ ગરમાયું રાજકારણ, વિપક્ષે કર્યા આક્ષેપો

આ પણ વાંચો:ધોરણ-5 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું રહસ્ય મોત, ફોન પર વાત કરતા પકડયા બાદ ભર્યું આ પગલું