ભ્રષ્ટાચાર પર પ્રહાર/ 40Kની કટકી લેવામાં SMCના બે કર્મચારી ભરાઇ પડ્યા; ACBએ પકડ્યા રંગેહાથ

લાખો રૂપિયાના બિલ પાસ કરાવવા માટે સુરત નગરપાલિકાના અધિકારીઓએ માંગ્યા 40 હજાર રૂપિયા

Gujarat Surat

સુરત: સુરત મહાનગરપાલિકાના બે કર્મચારીઓએ બિલ પાસ કરાવવા માટે 40 હજાર રૂપિયાની કટકી માંગી હતી. જોકે, પોતાની મહેનતના પૈસા આપવા ન માંગતા હોવાથી પીડિત એસીબીના શરણે પહોંચી ગયો હતો. સ્વભાવિક છે કે, એસીબીના શરણે ગયા પછી કોઈ પીડિતની વાત સાંભળવામાં ન આવે તેવું બને નહીં. એસીબીએ ફટોફટ પોતાનો ફંદો તૈયાર કર્યો અને નિકળી પડ્યા ભ્રષ્ટ અધિકારીઓને પકડવા માટે…

વાત જાણે એમ છે કે, ફરીયાદીએ સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોના મેન્ટેનન્સનું કોન્ટ્રાક્ટ ધરાવતાં હોવાથી તેઓએ કરેલ કામોનાં બાકી નિકળતાં કાયદેસરનાં 47,11,000 રૂપિયાનું બીલ બનાવવા અને તેનું ચુકવણી કરવા માટે સુરત મહાનગરપાલિકાનાં અઠવા ઝોનનાં લાઇટ ખાતાનાં ઇલેક્ટ્રીકલ જુનીયર ઇજનેર પરેશભાઇ પટેલ તથા મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનીશ બારડોલીયાને કહ્યું હતું.

જોકે, જુનિયર ઇજનેર ઇલેક્ટ્રીકલ પરેશકુમાર સુમનભાઇ પટેલ અને મેઇટેનન્સ આસીસ્ટટન્ટ ડેનિશ રાજેશકુમાર બારડોલીયાએ બિલો ઝડપી પાસ કરાવી આપવા માટે વીસ-વીસ હજાર રૂપિયાની માંગ કરી હતી. આ બંને અધિકારીઓ સુરતના અઠવા જોનમાં ફરજ બજાવે છે.

આ દરમિયાન ફરિયાદીને બંને અધિકારીઓએ અઠવા ઝોન સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે પૈસા આપી જવા જણાવેલું હતુ. પરંતુ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદીએ ફરીયાદ આપતા લાંચનુ છટકુ ગોઠવતા બંને અધિકારીઓને ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂપિયા વીસ-વીસ હજાર મળી કુલ 40,000  રૂપિયા લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

ઉપરોક્ત બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપનું સુપર વિઝન આર.આર. ચૌધરી મદદનિશ નિયામક એસીબી દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળ પર પીઆઈ કે.જે ધડુક, સુરત શહેર એ.સી.બી, પોલીસ સ્ટેશન તથા એ.સી.બીની ટીમ હાજર રહીને સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું.

આ પણ વાંચો-સુરતના ભેસાણમાં કારીગર પર ફાયરિંગ થતા અફરાતફરીનો માહોલ,બિલ્ડર અને કોર્પોરેટરના પુત્રએ કર્યું ફાયરિંગ

આ પણ વાંચો- GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?