Not Set/ માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમ માટે મિત્રો એ જ કરી મિત્રની હત્યા

ઉપલેટા નિવાસી રોહિત મકવાણા અને દયાલસિંહ સરદાર આ બંને શખ્સોએ સાથે મળીને તેમના મિત્રની જ હત્યા કરી નાખી હતી. અને એ પણ માત્ર 2400 રૂપિયા જેટલી નજીવી રકમ માટે.

Top Stories Gujarat Others

લાગે છે કે જિંદગીની કોઈ કિંમત નથી રહી. નાની અમથી રકમ માટે પણ આજે લોકો  હત્યા કરતાં ખચકાતા નથી. જો કે આશ્ચર્ય ત્યારે થાય જ્યારે મિત્રો જ નાની અમથી રકમ માટે મિત્રની હત્યા કરી નાખે છે. ઉપલેટામાં માત્ર 2400 રૂપિયા જેવી નજીવી રકમને લઈને મિત્રો વચ્ચે મારામારી થઈ અને બે યુવકોએ તેના જ મિત્રની હત્યા કરી નાખી.

  • મિત્રોએ જ કરી મિત્રની હત્યા
  • રાજકોટના ઉપલેટાનો બનાવ

ઉપલેટા નિવાસી રોહિત મકવાણા અને દયાલસિંહ સરદાર આ બંને શખ્સોએ સાથે મળીને તેમના મિત્રની જ હત્યા કરી નાખી હતી. અને એ પણ માત્ર 2400 રૂપિયા જેટલી નજીવી રકમ માટે.

ઉપલેટાની ખીજડા શેરીમાં રહેતા સિંકદર મન્સૂરીએ આ બંને શખ્સો પાસેથી 2400 રૂપિયા ઉછીના લીધા હતા.પરંતુ એ રકમ પરત ન કરી શકતા બંને શખ્સોએ ઉઘરાણી ચાલુ કરી દીધી. સિકંદરના ઘરે જઈને તેની માતા અને પત્નીને પણ બંને શખ્સો ધમકી આપી આવ્યા. રાત્રિના સમયે સિકંદર જ્યારે ઘરે આવ્યો ત્યારે બંને ફરી ઘરે આવ્યા અને સિકંદરને માર મારવા લાગ્યા. જે બાદ દયાલસિંહે સિકંદરને પકડી રાખ્યો અને રોહિતે સિકંદરના પેટમાં છરીના ઘા ઝીંકી દેતાં તેનું મોત નિપજ્યું..

ઘટના અંગે જાણ કરાતાં પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા અને બંને સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. તો ઝડપાયેલા બંને ઈસમો ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. રોહિત સામે જૂનાગઢમાં મારામારીના અનેક ગુના દાખલ થયેલા છે. જ્યારે દયાલસિંહ  પ્રોહિબિશનના કેસમાં અનેક વખત પકડાઈ ચૂક્યો છે.

જમ્મુ-કાશ્મીર / PM મોદી રાજોરીમાં સૈનિકો સાથે ઉજવશે દિવાળી

Vaccine / ભારતની Covaxinને WHO તરફથી ઈમરજન્સી ઉપયોગની મંજૂરી, જાણો શા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ છે