Not Set/ આતંકવાદી હાફિઝ સઈદને મોટી રાહત,જમાત-ઉદ-દાવાના છ નેતાઓને પણ નિર્દોષ છોડ્યા

લશ્કર-એ-તૈયબાએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી જેમાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલાઓમાં છ અમેરિકન નાગરિકો પણ હતા

Top Stories World

2008ના મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના મુખ્ય સૂત્રધાર હાફિઝ સઈદની આગેવાની હેઠળના જમાત-ઉદ-દાવાના છ નેતાઓને પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે નિર્દોષ છોડી મૂક્યા છે. આ લોકોને અગાઉ આતંકવાદને આર્થિક મદદ કરવાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લશ્કર-એ-તૈયબાએ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી જેમાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલાઓમાં છ અમેરિકન નાગરિકો પણ હતા. જયારે સઈદના જમાત-ઉદ-દાવાનું કનેક્શન આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલું છે.

સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ટ્રાયલ કોર્ટે 6 નેતાઓને 9 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ નેતાઓમાં પ્રોફેસર મલિક ઝફર ઈકબાલ, યાહ્યા મુજાહિદ, નસરુલ્લાહ, સમીઉલ્લાહ અને ઉમર બહાદુરને નવ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જ્યારે હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જોકે, રહેમાન મક્કી સામે આ કાર્યવાહી પંજાબ પોલીસના કાઉન્ટર ટેરરિઝમ વિભાગ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ કરવામાં આવી હતી. જો કે, બાદ અપીલકર્તાઓએ મુખ્ય ન્યાયાધીશ મુહમ્મદ અમીર ભાટી અને ન્યાયાધીશ તારિક સલીમ શેખની ડિવિઝન બેંચ સમક્ષ તેમની દોષિતતાને પડકારી હતી. તેમના વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી પક્ષ અપીલકર્તાઓ સામેના આરોપોને શંકાથી પર સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા.