મહત્વપૂર્ણ/ GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?

27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ગુજરાત વહીવટી સેવાને લેવો પડ્યો તારીખ બદલવાનો નિર્ણય

Gandhinagar Gujarat
GPSC GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?

ગાંધીનગર: GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓને વર્ષ 2023ની જગ્યાએ 2024માં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપેલી માહિતી અનુસાર, હવે ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1 , ગુજરાત મુલ્કી સેવા, વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ 2 ની પરીક્ષા 3-12-2023ના બદલે 7-1-2024 માં યોજાશે.

આમ વર્ષ 2023માં યોજનાર આ તમામ પરીક્ષા હવે વર્ષ 2024માં ધકેલી દેવામાં આવી છે. ઉપરોક્ત તમામ પરીક્ષા 7 જાન્યુઆરી 2024માં યોજાશે.

જણાવી દઇએ કે, આ તમામ પરીક્ષા 3 ડિસેમ્બરે થવાની હતી પરંતુ 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ઉપરોક્ત તમામ પરીક્ષાઓને પાછળ ધકેલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયથી ઘણા પરીક્ષાઓને ચિંતામાં નાંખી દીધા હશે, તો કેટલાકને તૈયારી કરવાનો વધારે સમય મળ્યો હોવાથી ખુશી પણ થઈ હશે. પરંતુ સ્વભાવિક રીતે જોઇએ કે, અનેક પરીક્ષાર્થીઓ ઉપર થોડા વધારે સમયનો બોજ વધી ગયો છે. જે તેમને માનસિક-આર્થિક અને શારીરિક રીતે થકવી શકે છે.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કરાયેલા પરિપત્રમાં મુજબ ગુજરાત વહિવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષાની પ્રાથમિક કસોટીનું ત્રીજી ડિસેમ્બર 2023ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, 27મી નવેમ્બરથી સંઘ લોક સેવા આયોગ દ્વારા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષા હોવાથી ગુજરાત વહીવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારીની પ્રાથમિક કસોટીની તારીખ બદલવાની ફરજ પડી હતી. જેથી હવે તે ત્રીજી ડિસેમ્બરની જગ્યાએ 7મી જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવશે.

આ પણ વાંચો- મહુઆ મોઇત્રાનું સંસદીય એકાઉન્ટ દુબઈથી 47 વખત લોગ ઈન થયું! આવતીકાલે કમિટી સમક્ષ હાજર થશે

આ પણ વાંચો- હમાસના ચીફ લીડરે ઇઝરાયલ પર કર્યા આકરા પ્રહાર, નરસંહાર નહીં અટકે તો….