ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં Womens MLA-Extra Grant મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કરેલા નિર્ણયનો ફાયદો રાજયની 12 મહિલા ધારાસભ્યોને મળશે.
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ Womens MLA-Extra Grant કરતા 12 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિએ મળશે. મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોને Womens MLA-Extra Grant દર વર્ષે 1.50 કરોડની ગ્રાન્ટ તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે મળે છે. આ પહેલા આ ગ્રાન્ટ એક કરોડ રૂપિયા મળતી હતી, જેને 2018માં વધારીને 1.50 કરોડ રૂપિયા કરવામાં આવી છે. આગામી સમયમાં આ ગ્રાન્ટ વધારીને બે કરોડ રૂપિયા કરવામાં આવશે તો પણ નવાઈ નહીં લાગે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે આ નિર્ણય વિશ્વ આદિવાસી દિવસ પછી Womens MLA-Extra Grant તરત જ લીધો છે. બીજા શબ્દોમાં કહીએ તો સરકારના આ પગલાંના લીધે આદિવાસી મહિલાઓને ફાયદો થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહિલા ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારાને આદિવાસી કલ્યાણ સાથે જોડવામાં આવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. તેની સાથે તે વાત પણ પુરવાર થઈ રહી છે કે મહિલા ધારાસભ્યો તેમને મળનારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં કેટલી સક્રિય છે. તેના સંદર્ભમાં પણ આ પગલાંને જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Meri Mati Mera Desh/સુરતમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ સાથે બનાવ્યો ભારતનો નકશો; જુઓ આ અદ્ભુત દૃશ્ય
આ પણ વાંચોઃ અમદાવાદ/હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના ટેકનિકલ સુપર વાઈઝરની ધરપકડ, થઈ શકે મોટા ખુલાસા
આ પણ વાંચોઃ World Tribal Day 2023/વિશ્વ આદિવાસી દિવસે કૃષિ મંત્રી રાઘવજી પટેલનું આહવાનઃ આદિવાસીઓ પ્રાકૃતિક ખેતી વિસ્તારે
આ પણ વાંચોઃ છેતરપિંડી/જ્યોતિષને EDના ડાયરેક્ટરની ઓળખ બતાવી ચાલકે ટેન્ડરનું કામ કરાવવાના નામે લઇ ગયો 1.5 કરોડ
આ પણ વાંચોઃ world lion day/એશિયાટીક સિંહ એ ગુજરાતનું ગૌરવ છે! આ કાર્યક્રમમાં 10 જિલ્લાની શાળા-કોલેજોના 8500 બાળકો ભાગ લેશે.
