Not Set/ ઉપરવાસમાં ભારે વરસાદ: સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક સપાટીએ , વીજ ઉત્પાદન શરુ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલ ભારે વરસાદ અને સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ને પગલે સરદાર સરોવર ડેમ તેની અતિહાસિક સપાટીએ પહોચી ગયો છે.  સરદાર સરોવર ડેમ 131.65 મિટરની સપાટીએ પોહ્ચતા ડેમ ના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. અને તેમાંથી 1 લાખ 25 હાજર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યાર સુધીની આ ડેમ ની […]

Top Stories Gujarat Others

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલ ભારે વરસાદ અને સાથે સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ ને પગલે સરદાર સરોવર ડેમ તેની અતિહાસિક સપાટીએ પહોચી ગયો છે.  સરદાર સરોવર ડેમ 131.65 મિટરની સપાટીએ પોહ્ચતા ડેમ ના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. અને તેમાંથી 1 લાખ 25 હાજર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યાર સુધીની આ ડેમ ની ઐતિહાસિક સપાટી છે.  પાણી છોડવાને કારણે નીચાણ વાળા વિસ્તારના લોકો ને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલમાં ડેમમાં  2,45,471 કયુસેક પાણીની આવક છે. જયારે  1,25,000 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.  ડેમ માં પાણીની વધુ આવક ના કારણે વીજળીનું ઉત્પાદન  શરુ કરી દેવામાં આવ્યું છે. રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઈન  અને કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન દ્વારા વીજળી નું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું છે.  અત્યારે ૧૩૫૦ મેગા વોટ વીજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.