Mumbai News: Dia Mirza Controversy અભિનેત્રી દીયા મિર્ઝાના દિવાળી વીડિયો અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે આ વિવાદને નાનો મુદ્દો ગણાવ્યો છે. ફડણવીસે કહ્યું કે બોમ્બે હાઈકોર્ટે કોઈને ફટકાર લગાવી નથી, પરંતુ માત્ર વીડિયો ફરીથી અપલોડ કરવા માટે કહ્યું છે.
દીયા મિર્ઝા વિવાદ પર CM ફડણવીસે શું કહ્યું?
દીયા મિર્ઝાના દિવાળી વીડિયો પર રાજકીય વિવાદ અને ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટની ટિપ્પણી વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે પોતાની વાત સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મુદ્દો ખૂબ નાનો છે અને તેને વધારે મહત્વ આપવાની જરૂર નથી.
ફડણવીસે કહ્યું હતું કે કોર્ટમાં કોઈ કેસ જ દાખલ થયો નથી, તેથી કોર્ટ દ્વારા કોઈને ફટકારવામાં આવ્યા હોવાનું કહેવું યોગ્ય નથી. તેમના જણાવ્યા મુજબ, કોર્ટે માત્ર BMCને દીયા મિર્ઝાનો વીડિયો ફરીથી અપલોડ કરવા કહ્યું છે.
‘દીયા મિર્ઝા સારી અભિનેત્રી છે, મોટી નેતા નથી’
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દીયા મિર્ઝા અંગે કહ્યું કે તે ચોક્કસપણે એક સારી અભિનેત્રી છે, પરંતુ તે કોઈ મોટી રાજકીય નેતા નથી. તેમણે કહ્યું કે સરકારને તેના કરતાં મોટા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવા જોઈએ.
ફડણવીસે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જે સોશિયલ મીડિયા હેન્ડલ નું છે, તેના અધિકારીઓને વીડિયો ડિલીટ કરવાનો કે ફરીથી અપલોડ કરવાનો અધિકાર છે. તેથી આ મુદ્દાને લઈને રાજકીય વિવાદ ઊભો કરવો યોગ્ય નથી.
બોમ્બે હાઈકોર્ટે BMCને વીડિયો ફરી અપલોડ કરવા કહ્યું
Dia Mirza Controversy વચ્ચે બોમ્બે હાઈકોર્ટે BMC (બોમ્બે હાઈકોર્ટ) ના પર્યાવરણમૈત્રી દિવાળી અભિયાનમાં દીયા મિર્ઝાના વીડિયો સાથે થયેલા વિવાદ પર નારાજગી વ્યક્ત કરી હતી.
ન્યાયમૂર્તિ ગિરીશ કુલકર્ણી અને ન્યાયમૂર્તિ નીલા ગોખલેની બેન્ચે આ મામલે સુનાવણી દરમિયાન વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે પર્યાવરણ અને હવા તથા ધ્વનિ પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે તૈયાર કરવામાં આવેલા વીડિયોને વિવાદનો મુદ્દો બનાવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી હતી.
કોર્ટે કહ્યું હતું કે જાગૃતિ ફેલાવવા માટે કોઈ ચોક્કસ જાણીતી વ્યક્તિની પસંદગી કેમ કરવામાં આવી તે અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
દીયા મિર્ઝાનો વીડિયો કેમ હટાવવામાં આવ્યો?
મુંબઈમાં વધતા હવા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને BMC એ પર્યાવરણમૈત્રી દિવાળી અને ફટાકડાથી દૂર રહેવા માટે જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં દીયા મિર્ઝા સહિત અનેક જાણીતી હસ્તીઓને સામેલ કરવામાં આવી હતી.
દીયા મિર્ઝાએ પોતાના વીડિયોમાં લોકોને ફટાકડા ન ફોડવા અને હવા તથા ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે અપીલ કરી હતી. જોકે, કેટલાક ભાજપ નેતાઓ અને મુંબઈની મેયર ઋતુ તાવડેની આપત્તિ બાદ આ વીડિયો (BMC)ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવવામાં આવ્યો હતો.
આ પછી સમગ્ર મામલો રાજકીય વિવાદમાં ફેરવાઈ ગયો હતો.
અન્ય સેલિબ્રિટીના વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર હતા
દીયા મિર્ઝાનો વીડિયો હટાવવામાં આવ્યો ત્યારે BMC ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અન્ય જાણીતી હસ્તીઓના વીડિયો ઉપલબ્ધ રહ્યા હતા. અભિનેત્રી માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણેના પર્યાવરણમૈત્રી દિવાળી અભિયાન સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર યથાવત રહ્યા હતા.
આ કારણે દીયા મિર્ઝાનો વીડિયો જ શા માટે હટાવવામાં આવ્યો તે અંગે સવાલો ઉઠ્યા હતા. રાજકીય નેતાઓએ પણ આ નિર્ણયને લઈને અલગ–અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.
હાઈકોર્ટે ધર્મનિરપેક્ષતાનો પણ ઉલ્લેખ કર્યો
બોમ્બે હાઈકોર્ટ એ પોતાના અવલોકનમાં કહ્યું હતું કે દરેક વ્યક્તિનું સન્માન થવું જોઈએ, પછી ભલે તેનો ધર્મ, જાતિ કે પંથ કોઈ પણ હોય. કોર્ટે ભારતની ધર્મનિરપેક્ષ ભાવનાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સમાજમાં દરેક વ્યક્તિના અધિકારો અને સન્માનનું રક્ષણ થવું જરૂરી છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે પર્યાવરણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવાના પ્રયાસને અનાવશ્યક રીતે ધાર્મિક કે અન્ય મુદ્દા સાથે જોડવો યોગ્ય નથી. આ સાથે કોર્ટે BMCને અભિનેત્રી દીયા મિર્ઝાનો દિવાળી વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો હતો. Bombay High Court (બોમ્બે હાઈકોર્ટ) ની આ ટિપ્પણી બાદ દીયા મિર્ઝાના વીડિયો અંગે ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો હતો.
વિવાદમાં રાજકારણ ગરમાયું
દીયા મિર્ઝાના વીડિયો બાદ શરૂ થયેલો વિવાદ હવે રાજકીય નિવેદનો સુધી પહોંચી ગયો છે. એક તરફ બોમ્બે હાઈકોર્ટે ને વીડિયો ફરીથી અપલોડ કરવાનો નિર્દેશ આપ્યો છે, જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ સમગ્ર મામલાને નાનો મુદ્દો ગણાવ્યો છે. દિયા મિર્ઝા વિડિયો વિવાદને લઈને રાજકીય નેતાઓ અને કોર્ટના અલગ-અલગ અભિગમને કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાએ સરકારી જાગૃતિ અભિયાનમાં સેલિબ્રિટીની પસંદગી, સોશિયલ મીડિયા પરથી કોઈ સામગ્રી હટાવવાના નિર્ણય અને પર્યાવરણ સંબંધિત સંદેશને લઈને નવી ચર્ચા ઊભી કરી છે. ખાસ કરીને જ્યારે કોઈ વીડિયો સરકારી અભિયાનનો ભાગ હોય ત્યારે તેને હટાવવાના નિર્ણય પાછળના કારણો અને પ્રક્રિયા અંગે પણ સવાલો ઉઠી શકે છે. બીજી તરફ, પર્યાવરણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સેલિબ્રિટીઓની મદદ લેવી કેટલા અસરકારક રીતે કામ કરે છે તે મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
