Vadodara News/ બેફામ કાર ચાલકે 70 વર્ષના વૃદ્ધનો ભોગ લીધો, લોકોએ આરોપીની પાછળ દોડીને પકડી મેથીપાક ચખાડ્યો

હજુ રક્ષિતકાંડ શમ્યો નથી ત્યારે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર વધુ ઓવરસ્પીડના કારણે રફતારના રાક્ષસે અકસ્માત સર્જ્યો છે, જેમાં 70 વર્ષ વૃદ્ધનું મોત થયું છે.

Top Stories Gujarat Vadodara

Vadodara News : વડોદરા શહેરમાં એક અઠવાડીયામાં બીજો નબીરો બેફામ બન્ચો. વડોદરામાં બેફામ ગતિએ વાહન ચલાવવાની ઘટનાઓ યથાવત છે. શહેરના ઓલ્ડ પાદરા રોડ પર વધુ એક અકસ્માતમાં 70 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. આ ઘટના 7 દિવસમાં શહેરનો બીજો ગંભીર અકસ્માત છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશભાઇ નાથાભાઇ પટેલ (ઉં. 70, રહે. રાજારામ સોસાયટી, અકોટા) તેમના મોપેડ પર ઓલ્ડ પાદરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે તેઓ મીડિયન કટ પર ટર્ન લેવા માટે ઉભા હતા, ત્યારે પાછળથી આવતી સ્વિફ્ટ કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઉમેશભાઇને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ રોડ પર લોહીના ખાબોચિયાં ભરાઈ ગયા હતા.

અકસ્માત સર્જીને ભાગી રહેલા કાર ચાલક સાહિલ પટેલ (ઉં. 25)ને ઘટનાસ્થળે હાજર લોકોએ લગભગ 1 કિલોમીટર સુધી પીછો કરીને પકડી લીધો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ તેને અકોટા પોલીસને હવાલે કર્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને કાર ચાલક સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાની માહિતી મળતા જ ડીસીપી ઝોન-2 અભય સોની અને અકોટા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી સાહિલ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કારેલીબાગ વિસ્તારમાં નબીરા રક્ષિત ચોરસિયાએ ઓવરસ્પીડમાં કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પણ ઓવરસ્પીડના કારણે વધુ એક અકસ્માત થતાં લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું માનવું છે કે પોલીસ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં ક્યાંક પાછી પડી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં અકસ્માત સર્જનાર રક્ષિતકાંડમાં ફૂટતાં નવા ફણગાં

આ પણ વાંચો: વડોદરા અકસ્માતના પડઘા બોલિવૂડ સુધી પડ્યા,આ અભિનેત્રીએ વ્યક્ત કર્યો ગુસ્સો જાણો શું કહ્યું?

આ પણ વાંચો: વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસનાં રિમાન્ડ મંજૂર