Entertentment/ ભાઇજાનની અફલાતુન એક્શન, રિલીઝ થયું ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું હાઈ-વોલ્ટેજ ટીઝર

આખરે એ ક્ષણ આવી ગઈ, જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જી હા, બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે

Trending Entertainment
Kisi Ka Bhai Kisi Ki Jaan

Kisi Ka Bhai Kisi Ki Jaan: આખરે એ ક્ષણ આવી ગઈ, જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જી હા, બોલિવૂડના મેગા સુપરસ્ટાર સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. સલમાન ખાને મંગળવારે સોશિયલ મીડિયા પર પોતાની ફિલ્મના ટીઝર રિલીઝની માહિતી આપી હતી. આવી સ્થિતિમાં, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટીઝર ચાહકોનો ઉત્સાહ બમણો કરવા માટે હાજર છે.

મંગળવારે, 24 જાન્યુઆરીએ, સલમાન ખાને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું પોસ્ટર શેર કરતી વખતે માહિતી આપી હતી કે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું ટીઝર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મની રિલીઝની સાથે જ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. સલમાનની આ ફિલ્મના ટીઝરમાં ભાઇજાન સાઉથની ફિલ્મના હીરો જેવો લાગે છે. સાઉથ ઈન્ડિયન ડ્રેસમાં સલમાનનો લુક અદભૂત લાગી રહ્યો છે.

1 મિનિટ 43 સેકન્ડના ‘કિસી કા ભાઈ કિસી કી જાન'(Kisi Ka Bhai Kisi Ki Jaan)ના ટીઝરમાં એક્શન હાઈ-વોલ્ટેજ બતાવવામાં આવ્યું છે. તેની સાથે અભિનેત્રી પૂજા હેગડે અને સાઉથ સુપરસ્ટાર વેંકટેશ દગ્ગુબાતીની ઝલક પણ જોવા મળશે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના ટીઝર પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે આ ફિલ્મ એક્શન, કોમેડી અને રોમાન્સનો સંપૂર્ણ ડોઝ સાબિત થશે.

નોંધનીય છે કે સલ્લુમીયા છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો.  (Kisi Ka Bhai Kisi Ki Jaan)’કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર જોયા પછી, ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલ, 2023ના રોજ એટલે કે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Bollywood/અક્ષય કુમાર પહોંચ્યો શિરડી સાંઈ બાબાના દરબારમાં,ફિલ્મ સેલ્ફીની સફળતા માટે કરી પ્રાર્થના

વિવાદ/મનસે નેતાએ મલ્ટીપ્લેક્સ માલિકોને આપી ચેતવણી, કહ્યું- જો તમે ‘પઠાણ’ માટે મરાઠી ફિલ્મોનો બલિદાન આપી તો…

Pathan finally released/આખરે વિવાદ વચ્ચે પઠાણ ફિલ્મ દેશભરમાં રિલીઝ,ચાહકોમાં ભારે ક્રેઝ, તમામ શો હાઉસફૂલ