Surat Fire officer bribery case: ગુજરાતમાં ભ્રષ્ટાચારના કેસો સતત સામે આવી રહ્યા છે. સરકારી બાબુઓ દ્વારા લાંચ (bribery) લેવાના બનાવો વધતા ચિંતા વ્યક્ત થઈ રહી છે. તેવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ઈન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના હાથે રંગેહાથ ઝડપાયા હતા. લાંચકાંડમાં ધરપકડ બાદ ઈશ્વર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
1 લાખની લાંચ (bribery) માંગવાનો આરોપ
મળતી માહિતી મુજબ, ઈશ્વર પટેલે હોટલના ફાયર NOC મંજૂર કરવા બદલ ફરીયાદી પાસેથી રૂ. 1 લાખની લાંચ (bribery) માગી હતી. આ બાબતે ફરીયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવતા ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.
ફાયર સ્ટેશનથી રંગેહાથ ધરપકડ
ACBની ટીમે મોગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળેથી ઈશ્વર પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા હતા. ઘટનાની જાણ થતા સુરત ફાયર વિભાગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
વધુ તપાસ હાથ ધરાઈ
તપાસ દરમિયાન ઈશ્વર પટેલે NOCના નામે લાખો રૂપિયા ખંખેર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંચની રકમમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તે બાબતે પણ ACB દ્વારા તપાસ કરવામાં આવશે. સાથે જ આરોપીના મિલકતની પણ વિગતવાર તપાસ કરવામાં આવનાર છે.
