Delhi News/ ભારતના બ્રહ્મોસનું નવું વર્ઝન તૈયાર, હવે દિલ્હીથી ઇસ્લામાબાદ ટાર્ગેટ શક્ય,2027 સુધી ટેસ્ટિંગ કરવાની શક્યતા

બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નું હળવું વર્ઝન પણ વિકસાવવામાં આવી રહ્યું છે. હાલ જમીન અને સમુદ્ર પરથી લોન્ચ થતી બ્રહ્મોસનું વજન લગભગ 3 ટન છે.

Trending NATIONAL India
બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નું હળવું વર્ઝન પણ વિકસાવવામાં આવી રહ્યું છે.

Delhi News: ભારતની રક્ષણ ક્ષમતામાં એક શક્તિશાળી શસ્ત્રનો ઉમેરો કરાશે.  વિશ્વની સૌથી ઝડપી અને ઘાતક ક્રુઝ મિસાઇલોમાંની એક ગણાતી બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile) હવે વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નું નવું અને અપગ્રેડેડ વર્ઝન તૈયાર કરી રહ્યું છે, જેમાં તેની રેન્જ 450 કિલોમીટરથી વધારીને 800 કિલોમીટર સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

આ નવી ક્ષમતાઓ પછી ભારત દિલ્હીમાંથી જ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદને ટાર્ગેટ કરવાની ક્ષમતા હાંસલ કરી શકે છે. દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેનું હવાઈ અંતર આશરે 700 કિલોમીટર છે, જે નવા બ્રહ્મોસ વર્ઝનની રેન્જની અંદર આવે છે.

બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નું નવું અને અપગ્રેડેડ વર્ઝન તૈયાર કરી રહ્યું

ઓપરેશન સિંદૂર પછી બ્રહ્મોસ ચર્ચામાં

બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile) આંતરરાષ્ટ્રીય સ્તરે ત્યારે ચર્ચામાં આવી જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 6 મહત્વના એરબેઝને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ ઓપરેશન બાદ બ્રહ્મોસની મારક ક્ષમતાનો દુનિયાએ ફરી એકવાર અંદાજ લગાવ્યો. આ સફળતા પછી ભારત સરકારે બ્રહ્મોસના વિકાસને વધુ ઝડપ આપી છે. હવે તેની રેન્જ, ગતિ અને એક્યુરેસી ત્રણેયમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવી રહ્યા છે.

300 કિમીથી 800 કિમી સુધીનો સફર

હાલમાં બ્રહ્મોસની સ્ટાન્ડર્ડ રેન્જ લગભગ 300 કિલોમીટર છે. પરંતુ હવે ત્રણ અલગ અલગ વર્ઝન પર કામ ચાલી રહ્યું છે: 450 કિમી રેન્જ,600 કિમી રેન્જ અને 800 કિમી રેન્જ ધરાવે છે. આ ત્રણે વર્ઝન ભારતીય સેનાના અલગ અલગ પ્લેટફોર્મ માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે.

બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile) ના ગ્રાઉન્ડ ટ્રાયલની તૈયારી ચાલી રહી છે.

વાયુસેનાના માટે હળવું બ્રહ્મોસ

ભારતીય વાયુસેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)નું હળવું વર્ઝન પણ વિકસાવવામાં આવી રહ્યું છે. હાલ જમીન અને સમુદ્ર પરથી લોન્ચ થતી બ્રહ્મોસનું વજન લગભગ 3 ટન છે, જ્યારે વાયુસેનાના સુખોઈ MKI-30 ફાઈટર જેટ માટે આ વજન ઘટાડીને લગભગ અઢી ટન કરવામાં આવ્યું છે. આ મિસાઇલને ફાઈટર પ્લેનની નીચે લગાવી શકાય તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોજેક્ટ ડિઝાઇન બોર્ડની મંજૂરી મળ્યા બાદ આ વર્ઝન હવે આગળના વિકાસ તબક્કામાં પહોંચી ગયું છે.

MTCR બાદ ખુલ્યો વિકાસનો માર્ગ

2016માં ભારત મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિજીમ (MTCR)નું સભ્ય બન્યું હતું. MTCRમાં 35 દેશો સામેલ છે અને તેના નિયમો અનુસાર બિન-સભ્ય દેશોને 300 કિમીથી વધુ રેન્જવાળી મિસાઇલ ટેકનોલોજી આપવાની મંજૂરી નથી. ભારત MTCRનો સભ્ય બન્યા બાદ જ બ્રહ્મોસની રેન્જ વધારવા માટેનો માર્ગ ખુલ્યો. ત્યારથી અત્યાર સુધી સંશોધન ચાલી રહ્યું છે, જે હવે અંતિમ તબક્કામાં પહોંચતું દેખાઈ રહ્યું છે.

બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)ના ગ્રાઉન્ડ ટ્રાયલ અને પરીક્ષણની સમયરેખા

રક્ષા સૂત્રો અનુસાર, વધુ રેન્જવાળી બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile) ના ગ્રાઉન્ડ ટ્રાયલની તૈયારી ચાલી રહી છે. આગામી ત્રણ વર્ષમાં આ મિસાઇલ સંપૂર્ણ રીતે વિકસિત થવાની અપેક્ષા છે. જો તમામ યોજનાઓ મુજબ કામ થયું, તો 2027ના અંત સુધીમાં બ્રહ્મોસના નવા વર્ઝનનું પ્રથમ પરીક્ષણ શક્ય બની શકે છે.

K-4 મિસાઇલથી સમુદ્રમાં પણ પરમાણુ શક્તિ

આ વચ્ચે, 23 ડિસેમ્બરે ભારતે વિશાખાપટ્ટનમ તટ નજીક બંગાળની ખાડીમાં K-4 પરમાણુ ક્ષમતાવાળી બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલને પરમાણુ સબમરીન INS અરિઘાત પરથી લોન્ચ કરવામાં આવી હતી. K-4 મિસાઇલની રેન્જ 3500 કિમી છે અને તે 2 ટન સુધી ન્યુક્લિયર વોરહેડ લઈ જવામાં સક્ષમ છે. K-સિરીઝનું નામ ભારતના મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ડૉ. એપીજે અબ્દુલ કલામના સન્માનમાં રાખવામાં આવ્યું છે.

ભારતની સુરક્ષા વધુ મજબૂત

બ્રહ્મોસના નવા વર્ઝન અને K-4 જેવી મિસાઇલોના સફળ પરીક્ષણો દર્શાવે છે કે ભારત હવે જમીન, હવા અને સમુદ્ર – ત્રણેય માધ્યમોથી પ્રહાર કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. આ વિકાસ ભારતની રક્ષણ નીતિને વધુ મજબૂત બનાવે છે અને દુશ્મન દેશો માટે સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત પોતાની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવાનું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:AI–5G આધારિત નવી પેઢીના બ્લુ હાર્બર મોડલથી ગુજરાત વૈશ્વિક દરિયાઈ હબ બનશે

આ પણ વાંચો:સરકાર મોબાઇલમાં ‘સંચાર સાથી “એપ કેમ ઇન્સ્ટોલ કરવાનું કહ્યું, શું એપ જાસૂસી કરે છે ?

આ પણ વાંચો:કોંગ્રેસ-ભાજપ AI વિડીયો,PM મોદી સહિત પરિવાર અને રાજકીય નેતાઓના નકલી વિડીયો પર ગરમાયો દેશ