MANTAVYA Vishesh/ વિનાશનું બીજું નામ, બ્રહ્મોસ મિસાઇલ

ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ અને તેમા પાકે વળતો જવાબ આપતા ભારતે પણ વળતો પ્રહાર કર્યો. તેમા બ્રહ્મોસ મિસાઇલનો ભારતે ઉપયોગ કર્યો. આ બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનમાં એવી તબાહી મચાવી છે કે આજે પણ પાકિસ્તાનની સેના જ નહીં ત્યાંના લોકોના કાનમાંથી બ્રહ્મોસની ધાક ગઈ નથી.

Mantavya Vishesh

ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ અને તેમા પાકે વળતો જવાબ આપતા ભારતે પણ વળતો પ્રહાર કર્યો. તેમા બ્રહ્મોસ મિસાઇલનો ભારતે ઉપયોગ કર્યો. આ બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનમાં એવી તબાહી મચાવી છે કે આજે પણ પાકિસ્તાનની સેના જ નહીં ત્યાંના લોકોના કાનમાંથી બ્રહ્મોસની ધાક ગઈ નથી. આજે બ્રહ્મોસ શું છે તે જાણવું હોય તો ભારતીયોને નહીં પણ પાકિસ્તાનીઓને પૂછો, લાહોર, રાવલપિંડી, પેશાવર, કરાચીના નાગરિકોના કાનમાંથી હજી પણ બ્રહ્મોસ મિસાઇલની ગૂંજ ગઈ નથી. આ છે ભારતનું બ્રહ્મોસ મિસાઇલ.

બ્રહ્મોસ મિસાઇલની આ જબરદસ્ત સફળતાના કારણે ભારતીયો પણ ખુશ છે અને કહી રહ્યા છે કે ‘અહં બ્રહ્માસ્મિ’ નહીં, પણ ‘અહં બ્રહ્મોસ્મિ’. આ બતાવે છે કે ભારતના બ્રહ્મોસ મિસાઇલે રીતસરના દુશ્મનના દાંત ખાટા કરી દીધા. ભારતે વિકસાવેલું બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ છે, તે એવું મિસાઇલ છે જે પાકિસ્તાન અને ચીનની એર ડિફેન્સ સિસ્ટમની પક્કડમાં આવતું નથી. આના કારણે ભારત છેક પાકિસ્તાનની અંદર જઈને માર કરી શક્યું. આજે ફક્ત ભારત અને પાકિસ્તાન જ નહીં વિશ્વની કોઈ એવી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ નથી જેની પક્કડમાં બ્રહ્મોસ આવે, એમ DRDOનાં વૈજ્ઞાનિક ડો. સુધીરકુમાર મિશ્રાએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મિસાઇલોની વાત આવે છે તેમા તો ભારત સુપરપાવર છે. ભારતીય મિસાઇલ પ્રણાલિ પાસે દરેક પ્રકારના મિસાઇલનો જવાબ છે. મિસાઇલના મોરચે ભારત લાજવાબ છે.

બ્રહ્મોસને કોઈપણ પ્લેનમાં ફિટ કરી શકાય છે. તેની રેન્જ 300 કિ.મી. સુધીની છે. તાજેતરના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંગાળની ખાડીમાં હમણા જ 800 કિ.મી. સુધીની ક્ષમતાવાળા શસ્ત્રનું પરીક્ષણ થયું છે. આ મિસાઇલ રનવેને જબરદસ્ત નુકસાન પહોંચાડી શકે છે. પાકિસ્તાનના પાંચ એરબેઝ અને ત્રણ લશ્કરી ઠેકાણાને બ્રહ્મોસ વડે જ ખતમ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બ્રહ્મોસને ભૂમિદળના કોઈપણ વાહનમાં ફિટ કરીને છોડી શકાય છે અને નૌકાદળના કોઈપણ શિપમાં તેને ફિટ કરી શકાય છે. ભારત આગામી દિવસોમાં બ્રહ્મોસની રેન્જને સતત વિસ્તારતું જ રહેવાનું છે. આ સિવાય સુખોઈ-30માં અને જગુઆર જેવા વિમાનોમાં પણ બ્રહ્મોસને ફિટ કરી શકાય છે. એક જ બ્રહ્મોઝ મિસાઇલ આખો આર્મી બેઝ ઉડાવી શકે છે. બ્રહ્મોસની હાલની સ્પીડ મેક-ટુ છે અને તેને મેક 3.5 સુધી લઈ જઈ શકાય છે. આમ ભારત સોફિસ્ટિકેટેડ ક્રુઝ મિસાઇલ ટેકનોલોજીમાં નિપુણતા મેળવી ચૂક્યું છે. બ્રહ્મોસના નવા પ્લાન્ટનું લખનઉમાં ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ બ્રહ્મોસમાં 1,290 કિલોગ્રામના વજનનું હશે, તે પરંપરાગત બ્રહ્મોસ કરતાં હળવા વજનનું હશે. તેને તેજસ પ્લેનમાં ફિટ કરવામાં આવે તેવી સંભાવના છે. બ્રહ્મોસ ભારતના ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશીનોસ્ત્રોયેનિયાનું સંયુક્ત સાહસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધારી તાલુકામાં રોડ માટે રોડ પર ઉતર્યા ગ્રામજનો

આ પણ વાંચો: ઉપલેટા ભાજપમાં ભડકો, ધારાસભ્ય સામે ‘લેટરબોમ્બ’ ફૂટ્યો

આ પણ વાંચો: વાંકાનેર તાલુકાના ખેડૂતોની બરબાદી નોતરશે GETCOની ગુંડાગર્દી