મહેસાણા/ કૂતરું કરડ્યા બાદ હડકવાની રસી ન લેવાથી 1 વર્ષ બાદ થયું મહિલાનું મોત

મહિલાને તેના પિયર નાગલપુરના વાળીનાથ ચોકમાં કૂતરું કરડ્યું હતું, પરંતુ તે સમયે તેને હડકવાની રસી લીધી ન હતી. આ ઉપરાંત

Gujarat Others
Failure to get rabies vaccine after dog bite proved fatal

મહેસાણામાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં શ્વાન કરડ્યા બાદ એક મહિલાનું મોત થઇ ગયું છે. હવે સવાલ એ થાય કે આ તો એકદમ સામાન્ય બાબત છે પરંતુ આપને જણાવી દઈએ કે આ મહિલાને એક વર્ષ પહેલા કુતરું કરડ્યું હતું અને ત્યારબાદ તેને હડકવાની રસી નહોતી લીધી અને અચાનક એક વર્ષ બાદ તેને હડકવા ઉપડ્યો હતો અને અંતે તેનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર આ મહિલાને તેના પિયર નાગલપુરના વાળીનાથ ચોકમાં કૂતરું કરડ્યું હતું, પરંતુ તે સમયે તેને હડકવાની રસી લીધી ન હતી. આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા ગર્ભવતી હતી અને તેના બાળકને હેમખેમ તેને હમણાં જ થોડા દિવસ અગાઉ જન્મ આપ્યો હતો, ચાર દિવસ બાદ તેને અચાનક હડકવા ઉપડયો હતો, તેના પરિવારજનોએ તેની સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

પરંતુ કોને વિચાર્યું હતું કે રસી ન લેવુ તેને આટલા સમય બાદ આટલું ભારે પડશે. મહિલાએ હજુ ચાર દિવસ પહેલાં જ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને જન્મ આપ્યા બાદ અચાનક જ તેને હડકવા ઉપડ્યો હતો. હડકવા ઉપડ્યાના 24 કલાકમાં જ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આગાઉ પણ શ્વાન કરડવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા જ છે, પરંતુ કેટલીક બેદરકારી લોકોને પાછળથી મોંઘી પડતી હોય છે.

આ પણ વાંચો:આસ્થા સાથે રમત/ભેળસેળવાળો મહાપ્રસાદ બનાવનારને જિલ્લા કલેક્ટરે આપી ‘મહાપ્રસાદી’, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટેડ

આ પણ વાંચો:ODI World Cup 2023/ક્રિકેટ રસિકો માટે આનંદના સમાચાર, મેચના દિવસે મેટ્રો ટ્રેનનો સમય લંબાવાયો

આ પણ વાંચો:World Cup 2023/ક્રિકેટ રસિકો ધ્યાન રાખજો..! અમદાવાદ CPનું જાહેરનામું વાંચ્યું તો છે ને?

આ પણ વાંચો:ચિંતાજનક/રાજકોટમાં બે દિવસમાં હાર્ટએટેકથી 6નાં મોત, પરિવારો પર જાણે આભ તૂટ્યુ