રાજકીય/ માફી નહી, માનવ વધનો ખટલો ચલાવો” સાહેબ : પરેશ ધાનાણીનો કટાક્ષ

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના કોરોના અંગે નિવેદન પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એ તીખી શાબ્દિક પ્રતિક્રિયા આપી છે. પોતાના આગવા અંદાજમાં કાવ્ય પંક્તિના સ્વરૂપમાં ટ્વીટ કરી પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રીના નિવેદન ઉપર તંજ કસ્યો છે.

Top Stories Gujarat
કોંગ્રેસ નેતા

અમરેલીમાં કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કોરોના કાળ દરમિયાન ભારે મુશ્કેલી પડી હોવાનો સ્વીકાર કર્યો હતો. અને તેમના આ નિવેદન ઉપર કોંગ્રેસ નેતા ઓ દ્વારા આકરી પ્રતિક્રિયા કરવામાં આવી છે. અને રાજકીય વાતાવરણ ગરમાયું છે.

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના કોરોના અંગે નિવેદન પર કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી એ તીખી શાબ્દિક પ્રતિક્રિયા આપી છે. પોતાના આગવા અંદાજમાં કાવ્ય પંક્તિના સ્વરૂપમાં ટ્વીટ કરી પરેશ ધાનાણીએ કેન્દ્રીય મંત્રીના નિવેદન ઉપર તંજ કસ્યો છે. પરેશ ધાનાણીએ શૈલીમાં કવિતાના માધ્યમથી કટાક્ષ કરતા કહ્યું છે કે,

માફી નહી, માનવ વધનો ખટલો ચલાવો”” સાહેબ, “મહાણે લોખંડની ખાટલી” ઓગળી તોય “અહંકારી રાજની પાટલી” તો “ના” જ પીગળી..! હવે કહેતા જાજો સરકારને કે જે કોરોના મહામારીમાં દવાખાને “ખાટલા” અને ઓક્સિજનનાં “બાટલા” પણ “ના” પહોંચાડી શકે.., એણે “સત્તાના પાટલે” બેસવાનો કોઈ અધિકાર નથી.!

તો આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય અમરીશ ડેરે પણ કેન્દ્રીય નેતાના નિવેદન ઉપર તીખો પ્રહાર કર્યો હતો. અને જણાવ્યું હતું કે, સ્મશાનની છગડીઓ પીગળી પણ સત્તાધીશો ના કાળજા નતા પીગળ્યા છે. મંત્રી અને ગુજરાત સરકાર અલગ-અલગ વાત કરે છે. કેન્દ્રીય મંત્રી જાહેરમાં દિલગીરી સાથે હકીકત રજૂ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબની જ કોરોનાની સ્થિતિ હતી. કોંગ્રેસ તો જાહેરમાં કહે છે કે 2 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના મેડિકલ કોલેજમાં સન્માન કાર્યક્રમ દરમિયાન  કોરોના કાળને યાદ કર્યો હતો, અને કોરોના કાળને યાદ કરતા પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ખાટલો અને બાટલો નહોતો મળતો. કોરોના કાળમાં ઉદાહરણ આપી પોતાનો અનુભવ પણ જણાવ્યા હતા. સ્મશાનોમાં લાઈનો લાગી હોવાનો અને કોરોના કાળમાં પડેલી મુશ્કેલી અંગે સ્વીકાર કર્યો હતો. પુરુષોત્તમ રૂપાલાએ પોતાના સંબોધન દરમિયાન કોરનાની બીજી લહેર દરમિયાન ભાજપના કાર્યકર મગનભાઈના થયેલા નિધનને લઈ એક વાત કરી હતી. રુપાલાએ કહ્યું હતું કે, ત્યારે સ્થિતિ એવી વિકટ હતી કે મગનભાઈના નિધન બાદ અંતિમવિધિ માટે અન્ય ગામના સ્મશાનમાં જવાની ફરજ પડી હતી. જો કે કોરોના વોરિયર્સને આ સમયે ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફને પડેલી તકલીફ અંગે તેમને માફી પણ માગી હતી.

અફઘાનિસ્તાન સંકટ / કાબુલમાંથી પવિત્ર ગુરુ ગ્રંથ સાહિબની ત્રણ નકલો અને 75 લોકો સાથે ભારતીય વાયુસેનાનું વિમાન થયું રવાના

National Monetisation pipeline / નાણામંત્રી નિર્મલા સીતારમણે MNP લોન્ચ કર્યું, આગામી 4 વર્ષમાં 6 લાખ કરોડની મિલકતોનું મુદ્રીકરણ કરવામાં આવશે