હાલ આગ લાગવાની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે,ત્યારે અમદાવાદના જુહાપુરામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. માહિતી અનુશાર આ ઘટના ફતેવાડી વિસ્તારની છે જયા મસ્જિદની પાસે લાગી આગ લાગી છે. આ ઘટના વહેલી સવારે બની છે જ્યાં એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. જે પછી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતુ, માહિતી અનુશાર આ ઘટના મેટ્રો મેન્સન ફ્લેટના બેસમેન્ટમાં બની હતી.
આગ લગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, બેસમેન્ટમાં ઘણા બધા વાહનો હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમય સાર 200 લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કર્યા હતા. જેમાંથી કોઈને નુકશાન પહોંચ્યું નથી. આ ઘટના કેવીરીતે બની તેનું કારણ હજી સુધી અકબંધ છે.
આપને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનામા બેસમેન્ટમાં પડેલા 39 બાઇક તેમજ ત્રણ રિક્ષા બળીને ખાખ થઈ ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે અસામાજિક તત્વોએ આ આગ લગાવી છે તેમજ ઘણા લોકોનું કહેવું છે કે આ ઘટના શોર્ટ સર્કિટ થવાને કારણે થઈ હશે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ
આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન
આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…