Not Set/ UKમાં ફાઈઝરને મંજૂરી પછી ભારતને કોરોના રસી આપવા બાબતે આપ્યું આવું નિવેદન

વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે ફાઇઝર અથવા બાયોએન્ટેકની કોરોના રસી ભારતમાં ઉપલબ્ધ બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

Top Stories World
pizer vacine UKમાં ફાઈઝરને મંજૂરી પછી ભારતને કોરોના રસી આપવા બાબતે આપ્યું આવું નિવેદન

વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે ફાઇઝર અથવા બાયોએન્ટેકની કોરોના રસી ભારતમાં ઉપલબ્ધ બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છે.

આપને જણાવી દઈએ કે બ્રિટેન ફાઇઝર અથવા બાયોનોટેક રસીના આકસ્મિક ઉપયોગને મંજૂરી આપવા માટે વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. યુકેના ડ્રગ રેગ્યુલેટર મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ) એ કંપનીની રસીને અસ્થાયી મંજૂરી આપી છે. આ રસી આવતા સપ્તાહથી યુકેમાં ઉપલબ્ધ થશે.

ફાઈઝરના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે – હાલમાં અમે ઘણી સરકારો સાથે વાટાઘાટો કરવાની તૈયારીમાં છીઓ, અમે રસી ભારતમાં ઉપલબ્ધ બનાવવા સરકાર સાથે કામ કરવા પ્રતિબદ્ધ છીએ. કોરોના રોગચાળામાં ફાઈઝર આ રસી માત્ર સરકારી કરાર દ્વારા ઉપલબ્ધ કરાવશે.

ભારતને અત્યારે ફાઈઝરની કોરોના રસીથી ફાયદો થઈ રહ્યો નથી

ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર-બાયોનોટેકની કોવિડ -19 રસીને મંજૂરી આપનાર યુકે પ્રથમ દેશ બન્યો છે. હાલમાં આ રસી ભારતને ફાયદો કરતી નથી, કારણ કે તે કંપની સાથે ભારતને કોઇ કરાર નથી. યુકે ડ્રગ એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ અહેવાલ આપ્યો છે કે, આ રસી વાપરવા માટે સલામત છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ રસી કોરોના વાયરસની રોકથામ માટે 95 ટકા સુધી અસરકારક હતી. યુ.એસ.ની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર અને જર્મન કંપની બાયોનોટેકે મળીને આ રસી વિકસાવી છે. આ રસીનું નામ હાલમાં બીએનટી 162 બી 2 રાખવામાં આવ્યું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…