રાજકીય/ પિયુષ ગોયલને મળ્યું પ્રમોશન, હવે રાજ્યસભાના બનશે નેતા

પિયુષ ગોયલ પહેલા રાજ્યસભામાં ગૃહના નેતાનું પદ પૂર્વ સામાજિક અને ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોત પાસે હતું, જેમને હવે કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમના પહેલાં સ્વર્ગસ્થ અરુણ જેટલીની  પાસે આ મહત્વપૂર્ણ જવાબદારી હતી.

Top Stories India
piyush gohel પિયુષ ગોયલને મળ્યું પ્રમોશન, હવે રાજ્યસભાના બનશે નેતા

કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલને મોટું પ્રમોશન મળ્યું છે. હવે તે રાજ્યસભામાં ગૃહના નેતા બનશે.  તેઓ પૂર્વ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતનું સ્થાન લેશે, જેમને તાજેતરમાં રાજ્યપાલ તરીકે નિમણુક આપવામાં આવી છે. તાજેતરમાં જ, મોદી સરકારના મોટા બદલાવ દરમિયાન, તેમના મંત્રાલયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તે વાણિજ્ય પ્રધાન છે. આ સિવાય તેઓ ગ્રાહક અને ખાદ્ય અને પુરવઠા મંત્રાલય પણ ધરાવે છે. તેમની પાસે કાપડ મંત્રાલયનો હવાલો પણ છે. 19 જુલાઇથી સંસદ સત્રના થોડા દિવસો પહેલા જ પીયુષ ગોયલને આ મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.

પિયુષ ગોયલ પહેલા રાજ્યસભામાં ગૃહના નેતાનું પદ પૂર્વ સામાજિક અને ન્યાય પ્રધાન થાવરચંદ ગેહલોત પાસે હતું, જેમને હવે કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમના પહેલાં સ્વર્ગસ્થ અરુણ જેટલીની  પાસે આ મહત્વપૂર્ણ જવાબદારી હતી. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો સંસદીય રાજકારણમાં પીયુષ ગોયલનું આ એક મોટું પ્રમોશન છે. પીયુષ ગોયલની ગણતરી કેન્દ્રીય મંત્રીઓમાં થાય છે જેમણે પીએમ નરેન્દ્ર મોદીનો વિશ્વાસ મેળવ્યો છે. મોદી સરકારના પ્રથમ કાર્યકાળથી તેઓ કેન્દ્રીય મંત્રીમંડળનો એક ભાગ છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ સંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થાય તે પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક 18 જુલાઇએ યોજાવાની છે, જેમાં કેન્દ્ર સરકાર વિરોધી પક્ષોને ગૃહની સુવ્યવસ્થિત કામગીરી માટે અપીલ કરશે. નોંધનીય છે કે સંસદનું ચોમાસું સત્ર કુલ 26 દિવસ ચાલશે, પરંતુ રજાઓને બાદ કરતાં તે 19 દિવસ કામ કરશે. આ 19 દિવસોમાં મોદી સરકાર સંસદમાં  30 બીલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. તેમાંથી 17 બીલ નવા છે અને બાકીના સુધારા બિલ છે.

Historic achievement / ગાંધીનગરમાં બનશે વુહાન જેવી લેબોરેટરી, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું